ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા કપરાડાના અસ્ટોલ ગામમાં 500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ

ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા કપરાડાના અસ્ટોલ ગામમાં 500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ
કપરાડા, વલસાડ | 15 જૂન, 2026: સમુદાય વિકાસ અને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડે બુક ફોર ચેન્જ ના સહયોગથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અસ્ટોલ ગામમાં 500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું વિતરણ કર્યું. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓને જરૂરી સહાયતા પૂરી પાડવા તેમજ વંચિત સમુદાયોના બાળકો માટે સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ સર્જવાના હેતુથી આ પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડના નવસારી અને વલસાડ પ્રોજેક્ટ હેડ શ્રી કંદર્પ પાંડે જણાવ્યું હતું કે, “ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડમાં અમે માનીએ છીએ કે શિક્ષણ સામાજિક પરિવર્તન માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. આ પહેલ દ્વારા અમારો હેતુ વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડી તેમને આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે અભ્યાસ ચાલુ રાખવામાં મદદ કરવાનો છે. આ અર્થપૂર્ણ પ્રયાસમાં બુક ફોર ચેન્જ સાથે ભાગીદારી કરતાં અમને આનંદ થાય છે અને અમે કાર્યરત વિસ્તારોના સમુદાયોના શૈક્ષણિક વિકાસ અને કલ્યાણમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
નોટબુક, સ્ટેશનરી સામગ્રી તથા અન્ય જરૂરી શૈક્ષણિક સાધનોનો સમાવેશ કરતી સ્કૂલ કિટ વિદ્યાર્થીઓમાં વિતરિત કરવામાં આવી હતી, જેથી તેઓ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત જરૂરી સંસાધનો સાથે કરી શકે. આ પહેલનો હેતુ શિક્ષણમાં આવતી અડચણો ઘટાડવાનો અને બાળકોને મૂળભૂત શૈક્ષણિક સહાય પૂરી પાડી તેમની નિયમિત શાળામાં હાજરીને પ્રોત્સાહિત કરવાનો છે.
વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળકોને સશક્ત બનાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું.
આ પહેલ કંપનીના વ્યાપક સમુદાય જોડાણ અને સામાજિક વિકાસ કાર્યક્રમોનો એક ભાગ છે, જે શિક્ષણ, આજીવિકા વૃદ્ધિ અને ટકાઉ સમુદાય વિકાસ પર કેન્દ્રિત છે. શૈક્ષણિક સહાયતા કાર્યક્રમોમાં રોકાણ કરીને ખાવડા 4 સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ ગ્રામ્ય અને આદિવાસી સમુદાયોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ વધારવા તથા લાંબા ગાળાનો સકારાત્મક પ્રભાવ સર્જવા પ્રયત્નશીલ છે.
આ સ્કૂલ કિટ વિતરણ અભિયાન પ્રદેશમાં ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ અને બુક ફોર ચેન્જ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયેલી શિક્ષણકેન્દ્રિત પહેલોની શ્રેણીની શરૂઆત છે. બંને સંસ્થાઓ વિવિધ સમુદાય આધારિત કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક તકોને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહેશે.
આવી પહેલો દ્વારા ખાવડા 4સી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ સર્વસમાવેશક વિકાસ અને સમુદાય સશક્તિકરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સતત દર્શાવી રહી છે, જેથી વિકાસ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સ્થાનિક લોકોના જીવનમાં પણ અર્થપૂર્ણ પરિવર્તન લાવી શકે.



