તારીખ 4/5/2024 ને શનિવારે સરદાર પટેલ સ્મૃતિ ભવન સુરત ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ ના કર્મચારી માટે સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 4/5/2024 ને શનિવારે સરદાર પટેલ સ્મૃતિ ભવન સુરત ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ ના કર્મચારી માટે સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા સાથે દસ વર્ષ કરતાં વધારે સમયથી પારિવારિક ભાવથી જોડાયેલા 278 કર્મચારીઓની વ્યક્તિગત રીતે સન્માનપત્ર,શાલ અને ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટથી ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર થી લઇ વોચમેન સુધીના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓને મળી કુલ 40 લાખ કરતાં વધારે રકમની ફિક્સ ડિપોઝિટના સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં ભાગ્યે જ જોવા મળતી આ વિરલ ઘટનામાં 1200 કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો અને વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ડેવલપમેન્ટના પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી વિશાલભાઈ ભાદાણી, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ શિરોયા, લાયન્સ ક્લબ સુરત ના રીજનલ 3 ઝોન-1 ના ઝોન પરસન લાયન પ્રિયંકા જૈન રાવલ તથા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ શ્રી હરિભાઈ કથીરિયા ઉપસ્થિત રહી કર્મચારીઓનું સન્માન કર્યું હતું. મુખ્ય વક્તા ડોક્ટર વિશાલ ભાદાણીએ સર્વાંગી શિક્ષણનો આધાર સ્તંભ : સંગઠન-સમર્પણ-સેવા-શિસ્ત વિષય પર સંબોધન કરી શિક્ષકોને મોટીવેટ કર્યા હતા. સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ ગજેરાએ તમામ કર્મચારીઓને આટલા લાંબા સમયથી હજારો બાળકોના ઘડતર કરવા બદલ સન્માનિત કરી કર્મચારીઓને બિરદાવ્યા હતા તથા તેઓના પરિવારને પણ પ્રોત્સાહિત કર્યા હતા. વિવિધ વિભાગના શિક્ષકોએ સંસ્થા અંગેના પોતાના પ્રતિભાવ આપ્યા હતા. કાર્યક્રમના અંતે ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ લોકોએ સાથે સ્નેહ ભોજન કર્યું હતું.