ક્રાઇમ

ઓલપાડ પોલીસે કુંકણી ગામેથી રૂ.૧૫.૫૧ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો

ઓલપાડ પોલીસે કુંકણી ગામેથી રૂ.૧૫.૫૧ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો

મંડપના પતરાંવાળા શેડમાં છુપાવેલ તથા આઇસર ટેમ્પામાંથી વિપુલ જથ્થામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પોલીસે પાંચને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા ૨૪,૨૬,૬૦૦ નો મુદ્દા માલ કબજે લીધો

ઓલપાડ પોલીસે કુંકણી ગામે બુટલેગરે મંડપ મુકવાના પતરાંવાળા શેડમાં છુપાવેલ તથા આઇસર ટેમ્પામાં ભરેલ રૂ.૧૫,૫૧,૬૦૦ ની કિંમતનો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ગત શનિવાર,તા.૨૪ ના રોજ ઓલપાડ પોલીસ મથકના પીઆઇ સી.આર. જાદવ તથા અહેકો મુકેશ જોગરાણાને બાતમી મળી હતી કે,કુંકણી ગામની સીમમાં કુંકણીથી સેગવાછામા ગામ તરફ જતા રોડ બાજુમાં મંડપ મુકવા માટે બનાવેલ પતરાંવાળા શેડના ગોડાઉનમાં કુંકણીનો બુટલેગર રાકેશ પ્રમોદ પટેલ

આઇસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં ઉતારી રહ્યો છે. આ બાતમીના પગલે બપોરેના સુમારે પોલીસ ટીમ ત્રાકટતા બુટલેગર અને સહ આરોપીઓ ગુના સ્થળેથી પોલીસને થાપ આપી ભાગી છૂટયાં હતા.પોલીસે ગોડાઉન તથા આઈસર ટેમ્પાની તલાસી લેતા વિદેશી દારૂ તથા બીયરની બોટલ નંગ-૧૦,૦૨૦,જેની કિંમત રૂપિયા ૧૫,૫૧,૬૦૦ મળી આવી હતી.પોલીસે ગુના સ્થળેથી દારૂ સાથે આઇસર ટેમ્પો નં: એમએચ-૪૩, વાય-૭૫૧૯,જેની કિંમત રૂપિયા ૮ લાખ,ડુપેટ મોપેડ નં:જીજે-૦૫,પીએલ-૨૨૬૧,જેની કિંમત રૂ. ૪૦,૦૦૦, મોબાઇલ ફોન-૧,જેની કિંમત રૂ.૩૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૨૪,૨૬,૬૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

પોલીસે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ પીએસઆઇ યુ.કે. ભરવાડ કરી રહ્યા છે.

પાંચ વોન્ટેડ આરોપીઓ

પોલીસે  દારૂનો જથ્થો મંગાવનાર રાકેશ પ્રમોદ પટેલ(રહે.કુંકણી,નવા ફળિયું),આઇસર ટેમ્પો નં:એમએચ-૪૩,વાય-૭૫૧૯ નો ચાલક,મોપેડ નં:જીજે-૦૫,પીએલ-

૨૨૬૧ નો ચાલક,એપલ કંપનીના મોબાઇલ ફોનનો અજાણ્યો માલિક તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઈસમ મળી કુલ પાંચ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યાં છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button