સંજીવ કુમાર ઓડીટોરિયમ ખાતે કેક કટિંગ સમયે ખુદ અમિતાભ બચ્ચન લાઈવ જોડાશે અને પ્રશંસકો સાથે વાત કરી
સુનીલ શાહ દ્વારા અમિતાભ બચ્ચન દ્વારા ભેટમાં અપાયેલા સુટ, ઓટોગ્રાફ વાળી ટી શર્ટ અને લખેલા પત્રો સહિતની ચીજ વસ્તુઓનું એકઝીબીશન પણ યોજાશે
સુરતના ઉદ્યોગ પતિ સુનીલ શાહ બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવશે
સુરત: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો 11મી ઓક્ટોબરના 81મો જન્મદિવસ છે. ત્યારે દુનિયાભરમાં તેમના ચાહકો દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવશે. સુરત ખાતે પણ અમિતાભ બચ્ચનના બહુ જ મોટા પ્રશંસક અને સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહ દ્વારા બિગ બીના જન્મ દિવસ પર અનોખું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ દ્વારા યોજાનાર કેક કટિંગ સેરેમનીમાં ખુદ અમિતાભ બચ્ચન લાઈવ જોડાશે અને પ્રશંસકો સાથે વાતચીત પણ કરશે.
સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહની અમિતાભ બચ્ચન ખુબજ મોટા પ્રશંસકોમાં ગણતરી થાય છે અને અમિતાભ બચ્ચન સાથે તેમના સારા સંબંધો છે. તેઓ દ્વારા દર વર્ષે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પણ જ્યારે પણ અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પણ વિવિધ સમાજિક સેવાના કાર્યોને જોડીને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સુનીલ શાહે જણાવ્યું હતું કે 11મી ઓક્ટોબર ના રોજ બિગ બી અમિતાભ બચ્ચનનો 81મી જન્મદિવસ છે ત્યારે બચ્ચન સાહેબના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ સંજીવ કુમાર ઓડીટોરિયમ ખાતે રાખવામાં આવ્યો છે. અહીં તેમના પ્રશંસકોની હાજરીમાં કેક કટિંગ કરવામાં આવશે અને આ સમયે ખુદ અમિતાભ બચ્ચન લાઈવ જોડાશે. એટલું જ પણ અમિતાભ પ્રશંસકો સાથે વાર્તાલાપ પણ કરશે.
અમિતાભ બચ્ચન દ્વારા ભેટ અપાયેલા સુટ સાથે જ લખેલા પાત્રો અને ચીજ વસ્તુઓનું એક્ઝીબિશન પણ યોજાશે
આ સાથે જ સુનીલ શાહ દ્વારા તેમને અમિતાભ બચ્ચન દ્વારા ભેટ આપવામાં આવેલા કેબીસીના સુટ, ઓટોગ્રાફ વાળી ટી શર્ટ, પુસ્તકો અને અમિતાભ બચ્ચન દ્વારા લખાયેલા પત્રો સહિતની ચીજવસ્તુઓનું એકઝીબિશન પણ ઓડિટરિયમ ખાતે યોજવામાં આવશે.