એન્ટરટેઇનમેન્ટ
અમિતાભની અદાકારી અને સલીમજાવેદની કમાલ જંજીર
- અમિતાભની અદાકારી અને સલીમજાવેદની કમાલ જંજીર
- જંજીર ફિલ્મને 50 વરસ પુરા થઈ ગયા છે આજે પણ જંજીર જોયા પછી એમ લાગે છે કે ઇન્સ્પેક્ટર વિજયના પાત્રમા અમિતાભ સીવાય બીજું કોઈ નામ વિચારી જ ના શકાય.જંજીર રિલીઝ થઈ ત્યાં સુધી સિનેરસીકો માટે પ્રાણ અને જ્યા મોટા નામ હતા પણ જંજીર રિલીઝ થઈ અને બૉલીવુડમા એક ઇતિહાસ રચાઈ ગયો એક જ અઠવાડિયામા અમિતાભ સ્ટાર તરીકે ફિલ્મ સામાયિકના મુખપુષ્ઠ પર ચમકવા માંડ્યા એ ચમક આજે 2023 મા પણ ઝાંખી પડી નથી
. ધર્મેન્દ્રની પ્રકાશ મહેરા સાથેની સમાધિ રજુ થઈ ફિલ્મ સુપરહિટ થઈ
પ્રકાશ મહેરા અને ધર્મેન્દ્ર વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી એ વખતે ધર્મેન્દ્રએ સલીમજાવેદ પાસેથી 9500 રૂપિયામા એક વાર્તા ખરીદી હતી. પ્રકાશ મહેરાએ પોતાના દોસ્ત ધર્મેન્દ્ર પાસેથી એ વાર્તા 55000.હજાર રૂપિયા આપી ખરીદી લીધી પછી એ વાર્તા પરથી ફિલ્મ બનાવવા દિલીપકુમાર ધર્મેન્દ્ર અને દેવઆનંદ રાજકુમારનો સંપર્ક કર્યો. બધાના ઇન્કાર પછી સલીમ જાવેદના કહેવાથી જંજીર અમિતાભને મળી.
11 મી મે 1973 ના દિવસે જંજીર રજુ થઈ. બસ બૉલીવુડને એક નવો એંગ્રીયંગમેન મળી ગયો આ સાથે જ પ્રકાશ મહેરા અમિતાભની નવી જોડી બની જે 1989 ની જાદુગર સુધી ચાલી આ જોડીએ નમક હલાલ મુકદર કા સિકંદર લાવારિસ શરાબી જેવી સુપરહિટ ફિલ્મો આપી
જંજીર ફિલ્મની કહાની મનમાં ગુસ્સો અને વિદ્રોહભર્યો હોય એવા એક ઈમાનદાર પોલીસ ઓફિસર વિજયની હતી વિજયની કહાનીમા ભારતનીo મધ્યમ વર્ગની પ્રજાનો આક્રોશ અને લાવા પણ ભળેલો હતો અમિતાભમા ભારતીય પ્રજા પોતાનું અવ્યક્ત પ્રતિબિંબ નિહાળતી હતી
જંજીરની સફળતામા બચ્ચન ઉપરાંત સલીમ જાવેદની ચુસ્ત પટ કથાનો પણ હતો પ્રાણ શેરખાન અને તેજા અજિતે પણ પોતાની ભૂમિકામા જાન રેડી દીધો હતો.
એ વખતે રાજેશ ખન્નાનો દોર હતો. ફિલ્મોમા રોમાન્સ જરૂરી મનાતો હતો નાચગાન તો કમ્પલસરી હતું થોડી કોમેડી પણ જરૂરી હતી પણ જંજીરમા આમાંનું કશું નહોતું હીરો પડદા પર એક પણ ગીત ગાતો નથી સલામ છે પ્રકાશ મહેરાને નવો ચીલો ચાતર્યો હતો એક એવા અભિનેતાને લઈને જેની છેલ્લી ફિલ્મો સતત નિષ્ફળ ગઈ હતી
એક તો પ્રકાશ મહેરાએ પહેલીવાર પોતાના રૂપિયા રોકી ફિલ્મ બનાવી હતી એક નિષ્ફ્ળ અભિનેતા સાથે ફિલમ બનાવવાનું કામ જોખમ વહોરી લેવા જેવું હતું અમિતાભને હિરો તરીકે લેવા પ્રકાશ મહેરાને સલીમજાવેદે સમજાવ્યા હતા સલીમ જાવેદ અમિતાભની પરવાના અને બોમ્બે ટુ ગોવા નિહાળી ચુક્યા હતા
સલીમ જાવેદે વિતરકોને પણ ફિલ્મ વેચવામાં મદદ કરી હતી એંગ્રી યંગમેન હિંદી ફિલ્મોની સૌથી વધુ ટકાઉ ફોર્મ્યુલા છે જેણે એક પછી એક અનેંક હિટ ફિલ્મો આપી છે સલીમ જાવેદની એ ફોર્મ્યુંલાએ અનેંક અભિનેતાને સ્ટાર બનાવી દીધા છે.
સલીમ જાવેદની પટકથાની કમાલ એ હતી કે શેરખાન પ્રાણ સાથેની દોસ્તી અને વિલન તેજા અજિત સાથેની દુશ્મનીને એવી રીતે રજુ કરવામાં આવી હતી કે સળંગ સ્ટોરી તમને ખુરશી પર જકડી રાખે
ફિલ્મમાં પ્રાણ અને અમિતાભ વચ્ચે શરૂઆતના દ્રશ્યો યાદગાર હતા જેમાં પ્રાણ કહે છે ” ઈલાકે મે નયે આયે હો વરના શેરખાનકો કોણ નહી જાનતા? અમિતાભ જોરદાર જવાબ આપતાં કહે છે કે જબ તક બેઠને કો કહા નહીં જાયે શરાફ્ત સે ખડે રહો યે પુલીસ સ્ટેશન હે તુમ્હારે બાપ કા ઘર નહીં હે અમિતાભ અને પ્રાણ વચ્ચેની શરૂઆતની દુશ્મની અને પછી ગહરી દોસ્તી અને અમિતાભ અજિત વચ્ચેની દુશ્મની આ ફિલ્મના બે મુખ્ય પાસા હતા
ફિલ્મમાં અમિતાભ અને પ્રાણની દોસ્તીનો મહિમા કરતું ગીત ઉરી યે ઈમાન મેરા સુપરહિટ રહ્યું હતું આ ગીત માટે ગીતકાર ગુલશન બાવરાને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.