કારકિર્દી

AM/NS ઈન્ડિયા સુવાલી ખાતે 65 એમએમટીપીએ ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટી વિકસાવશે

હજીરા-સુરત, ઓક્ટોબર 27, 2023: વિશ્વના બે સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) હજીરા નજીક શિવરામપુર ગામમાં સુવાલી ખાતે વાર્ષિક 65 મિલિયન મેટ્રિક ટન (એમએમટીપીએ)ની ક્ષમતા ધરાવતી ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટી વિકસાવવાની યોજના ધરાવે છે.

તેના વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓના ભાગ રૂપે, એએમ/એનએસ ઈન્ડિયા હજીરા ખાતેના તેના સંકલિત સ્ટીલ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાને વર્તમાન 9.6 એમએમટીપીએથી વધારીને 2026 સુધીમાં 15.6 એમએમટીપીએ અને 2030 સુધીમાં 21 એમએમટીપીએ કરવાની પ્રક્રિયામાં છે. વિસ્તરણના પગલે જરૂરી આયર્ન ઓર, ચૂનાના પત્થર અને કોલસા અને ફિનિશ્ડ સ્ટીલ હેન્ડલિંગ ક્ષમતા જેવા કાચા માલની કંપનીની વધતી જતી માંગને પહોંચી વળવા સુવાલી ખાતે આયોજિત ગ્રીનફિલ્ડ જેટી પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી છે.

એએમ/એનએસ ઈન્ડિયાનો હાલનો સ્ટીલ પ્લાન્ટ તેના કાચા અને તૈયાર માલસામાનનું સંચાલન કરવા માટે તેની છીછરા પાણીની કેપ્ટિવ જેટી તેમજ હજીરા ખાતે આવલી જૂથ કંપનીની માલિકીની અને તેના દ્વારા સંચાલિત ડીપ ડ્રાફ્ટ જેટીનો ઉપયોગ કરે છે. જો કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદાઓને લીધે, બે જેટીની સુવિધાઓ સ્ટીલ પ્લાન્ટના કાર્ગોના વધતા જતાં જથ્થાનું સંચાલન કરવામાં ઓપરેશનલ અવરોધોનો સામનો કરી રહી છે.

“અમે અમારી વિસ્તરણ યોજનાઓ સાથે આગળ વધીએ છીએ તેમ, હાલના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટીલ ઉત્પાદનમાં મોટા પાયે વધારા સાથે વ્યવહાર કરવા માટે પૂરતું નથી, જેના લીધે વધતી જતી કાર્ગો હિલચાલને સરળ બનાવવા માટે સમર્પિત કેપ્ટિવ જેટીની સ્થાપના અને સંચાલન કરવું જરૂરી બન્યું છે. સુવાલી ખાતેના ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ પોર્ટનો હેતુ અમારી વધતી જતી પોર્ટ ક્ષમતાની જરૂરિયાતને પહોંચી વળવાનો છે. આ પોર્ટ સુવિધા અમારી ક્ષમતામાં વધારો કરવામાં અને રાષ્ટ્રીય સ્ટીલ નીતિમાં પરિકલ્પિત 300 એમએમટીપીએના દેશના લક્ષ્યને સાકાર કરવામાં ફાળો આપવા માટે એક મુખ્ય ઘટક બનશે,” એમ કેપ્ટન રિતુપર્ણ રઘુવંશી, હેડ, એએમ/એનએસ પોર્ટ્સ, હજીરાએ જણાવ્યું હતું.

સૂચિત ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટી એએમ/એનએસ ઈન્ડિયાના હાલના સંકલિત સ્ટીલ પ્લાન્ટ માટે કેપ્ટિવ જેટી તરીકે સેવા આપશે અને તેની ભાવિ જરૂરિયાતોને પણ પૂરી કરશે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે.

આ પ્રોજેક્ટ સ્થાનિક વિસ્તારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે, જે સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારણામાં ફાળો આપશે. તદુપરાંત, તે કાચા અને તૈયાર માલ બંને માટે દરિયાઈ પરિવહનને પણ પ્રોત્સાહન આપશે, રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ અને વાયુ પ્રદૂષણ ઘટાડશે.

એએમ/એનએસ ઈન્ડિયાનું લક્ષ્ય તેના હજીરા અને ઓડિશા પ્લાન્ટમાં વર્ષ 2030 સુધીમાં સ્ટીલ ક્ષમતાને 51 એમએમટીપીએ સુધી વધારવાનું છે, જેથી દેશને 300 એમએમટીપીએના ટાર્ગેટને સાકાર કરવામાં મદદ મળે અને “મેક ઇન ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” પહેલને પ્રોત્સાહન આપીને ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં યોગદાન મળે.”

સૂચિત ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટી માટેની જાહેર સુનાવણી 27 ઓક્ટોબરના રોજ એએમ/એનએસ ઈન્ડિયા, હજીરા ખાતે થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button