આરોગ્ય

સિકલ સેલની ડિસીઝની સારવાર અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું?

ફોલિક એસિડ વિટામિનની ગોળી કાયમ માટે લેવી. Hydroxyurea (હયડ્રોક્સીયુરિયા) ટેબ્લેટ ર૦૦/૫૦૦ મી.ગ્રા ડોક્ટરની સલાહ મુજબ નિયમિત રીતે લેવી. સિકલ સેલ એક્સપર્ટ સલાહ આપે તો જ એમાં જરૂરી ફેરફાર કરવો. આઈરનની ગોળી કદી ન લેવી. (ગર્ભવતી બહેનો માટે પૂરતા ડોઝમાં આર્યન આપવું આવશ્યક છે.) પાણી દરરોજ ૧૦ થી ૧૫ ગ્લાસ પીવું. વધારે પરિશ્રમ થાય એવી રમત કે કામ ન કરવાં. તાપમાં વધારે ફરવું નહિ. દર્દીઓએ દર ત્રણ મહિને એક વખત ડોક્ટરની સલાહ તેમજ તપાસ કરાવી યોગ્ય માર્ગદર્શન મેળવવું.

સિકલ સેલની ખામી સાથે વ્યક્તિ સમગ્ર જીવન જીવે છે. ઉંમર વધવાની સાથે કેટલાક રોગલક્ષી ફેરફારો શક્ય છે. ઉંમર આધારિત ફેરફારો તપાસ દ્વારા જાણવા જરૂરી છે. હીમોગ્લોબીનનું પ્રમાણ પણ ૩ માસે જાણવું જરૂરી છે. એથી વિશેષ દર ૩ માસે દર્દીને તપાસવાથી અને માર્ગદર્શન આપવાથી દર્દીને વધારે નિયમિતતાથી સારવાર મળે છે. જેમ ડાયાબિટીસના દર્દી પોતાનું બ્લડસુગર દર ત્રણ માસે ચેક કરાવે છે, એમ સિકલ સેલના દર્દીએ દર ત્રણ માસે હીમોગ્લોબીનનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button