ચોરીના પાંચ વાહનો સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ
ચોરીના પાંચ વાહનો સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ
સુરત: ડીંડોલી પોલીસ સ્ટેશનના રામીપાર્ક, અંબિકાનગર, દેલાડવા, રાજમહેલ મોલ, સંતોક રેસીડેન્સી વિગેરે અલગ અલગ વિસ્તારોમાંથી માર્ચ/૨૦૨૩ ના મહિનામાં કુલ-૦૬ બાઈક/મોપેડ સહિત કુલ રૂપિયા ૨,૩૦,૦૦૦/- ના વાહનો અલગ અલગ જગ્યાએથી ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ લઈ ગયેલ, જે બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૭૯ મુજબના અલગ અલગ કુલ-૦૬ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ.
ડીંડોલી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ઉપરા છાપરી બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ડીંડોલી પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ચુડાસમા અને સેકન્ડ ઈન્સ્પેકટર એસ.એમ પઠાણ એ આપેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો. નિરવ રમેશભાઈ તથા પો.કો. નિકુલદાન ચૈનદાન નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો ડીંડોલી વિસ્તારમાંથી ચોરી કરેલ પાંચ મોપેડ ૦(બાઇક) વેંચવા માટે ડીંડોલી થી પાંડેસરા તરફ જતા સી.આર. પાટીલ બ્રિજ નીચે વાહનો સાથે ઉભા છે જેથી બાતમી હકીકતની ખરાઈ કરી સર્વેલન્સના પોલીસ માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઈને ત્રણ ઇસમોને કોર્ડન કરી ઝડપી પાડી તેઓના નામ પૂછતા (૧) કરણ સંજયભાઈ પાટીલ (૨) સ્વપ્નિલ રૂપેશ દેશમુખ (૩) નિલેશ ઉર્ફે નાનું એકનાથ પાટીલ ત્રણેય રહે- નવાગામ ડીંડોલી સુરતના હોવાનું જણાવેલ, તેઓ પાસેથી ડીંડોલીમાંથી ચોરી કરેલ પાંચ બાઇક/ મોપેડ જેની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ રીકવર કરેલ છે. ઉપરોક્ત આરોપીઓ પાસેથી ચોરી કરેલ કુલ-૦૬ વાહનો પૈકી પાંચ વાહનો સ્થળ ઉપર કબજે કરવામાં આવેલ છે જ્યારે છઠ્ઠુ મોપેડ બ્લ્યુ કલરની હોન્ડા એક્ટિવા GJ05NK8671 મહારાષ્ટ્ર ખાતે તેઓના મિત્રને આપેલ હોવાનું જણાવેલ છે જેને પરત લાવવાની તજવીજ ચાલુ છે. આમ ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વલન્સ ટીમે વાહન ચોરીના છ ગુના ડિટેક્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે,