ગ્લોબલ સહકારી પરિષદ-2024 ભારતના આંગણે

- ICA તથા કેન્દ્રીય સહકાર મંત્રાલયના સહયોગથી ICA જનરલ એસેમ્બ્લી તથા ગ્લોબલ સહકારી પરિષદ-2024ના કાર્યક્રમનું યજમાન બનતું IFFCO Ltd.
- કાર્યક્રમ તા. 25થી 30 નવેમ્બર-2024 દરમિયાન ભારત મંડપમ્, નવી દિલ્હી ખાતે યોજાશે.
- વૈશ્વિક સહકારી ચળવળના મહત્ત્વના સંગઠન એવા આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન (ICA)ના 130 વર્ષના સુદીર્ઘ ઇતિહાસમાં પ્રથમ વાર ભારતમાં વૈશ્વિક સહકારી પરિષદ તથા તેની મહાસભાનું થઈ રહેલું આયોજન
- ભારતમાં યોજાઈ રહેલી ગ્લોબલ કો-ઓપરેટીવ કૉન્ફરન્સ આ સાથે જ યુએન ઇન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટીવ્સ-2025નાં સત્તાવાર શ્રીગણેશ પણ કરશે.
સૂરત: વિશ્વકક્ષાની સહકારી ચળવળમાં આગેવાન એવા આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન (ICA)ના 130 વર્ષના સુદીર્ઘ ઇતિહાસમાં, IFFCOની પહેલના પગલે ભારતમાં ICA જનરલ એસેમ્બ્લી (સામાન્ય સભા) તથા ગ્લોબલ કો-ઓપરેટીવ કૉન્ફરન્સનું પ્રથમ વાર આયોજન થઈ રહ્યું છે. તા.28મી જૂન, 2023ના રોજ બ્રસેલ્સમાં ICA બોર્ડની બેઠક દરમિયાન IFFCOએ ભારતમાં ICA જનરલ એસેમ્બ્લી તથા વૈશ્વિક પરિષદની યજમાની અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને બોર્ડના સભ્યોએ સર્વસંમતિથી આવકાર્યો હતો. તે ઉપરાંત, ભારતમાં મળનારી વૈશ્વિક સહકારી પરિષદમાં જ યુએન ઇન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટીવ-2025 (UN IYC2025)ની સત્તાવાર શરૂઆત પણ કરાશે, એવો નિર્ણય યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન (યુએનઓ)ના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.
ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી શ્રી અમિત શાહ આ કાર્યક્રમનું તા. 25મી નવેમ્બર, 2024ના રોજ બપોરે 3.00 વાગ્યે ઉદ્દઘાટન કરશે. સાથોસાથ તેઓ ગ્લોબર કો-ઓપરેટીવ કૉન્ફરન્સના પ્રારંભિક સત્રના મુખ્ય અતિથિ તરીકે રહીને કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળશે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 નિમિત્તે ક સ્મારક સ્ટેમ્પ પણ લૉન્ચ કરાશે. આ કાર્યક્રમના ઉદ્દઘાટન માટે માન. વડાપ્રધાનશ્રીને વિનંતી કરવામાં આવી રહી છે.
ICAના DG શ્રી જેરોન ડગ્લાસે પત્રકારોને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ તા. 25મી નવેમ્બરથી તા. 30મી નવેમ્બર-2024 દરમિયાન ભારત મંડપમ્, ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાશે. તેમણે ઉમેર્યું કે, આ કાર્યક્રમની થીમ ‘સહકારી તંત્રમાં સૌની સમૃદ્ધિનું નિર્માણ થાય છે’ રહેશે. તે ઉપરાંત સબ-થીમ તરીકે નીચેના વિષયો રહેશેઃ
- નીતિ તથા ઉદ્યોગસાહસિક ઈકો-સિસ્ટમને સક્ષમ કરવી
- સૌ માટે સમૃદ્ધિ ઊભી કરવા માટે હેતુપૂર્ણ નેતૃત્વનું પાલન કરવું
- સહકારી ઓળખની પુનઃ પુષ્ટિ કરવી
- ભાવિને આકાર આપવોઃ 21મી સદીમાં સૌ માટે સમૃદ્ધિની અનુભૂતિ તરફની ગતિ
શ્રી ડગ્લાસે વધુમાં એ હકીકત પર ભાર મૂકતાં કહ્યું કે, “આ કાર્યક્રમની યજમાન એવી IFFCO સંસ્થા ICAની અગ્રણી ભાગીદાર સંસ્થા છે તથા તેને વર્લ્ડ કો-ઓપરેટીવ મોનિટર (WCM) રૅન્કિંગમાં સતત ત્રણ ત્રણ વર્ષ સુધી પ્રથમ ક્રમ મળી ચૂક્યો છે (ટર્નઓવર/GDP માથાદીઠ આવક પર આધારિત ધોરણે).”
વધુ માહિતી આપતાં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ભૂતાનના વડાપ્રધાન, સંયુક્ત રાષ્ટ્ર આર્થિક પરિષદ (UN ECOSOC)ના પ્રમુખ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના પ્રમુખ, યુએનના પ્રતિનિધિઓ, આઈસીએના સભ્યો, ભારતીય સહકારી ચળવળના દિગ્ગજો સહિત 100 દેશોના આ ક્ષેત્રના લગભગ 1500 જેટલા પ્રતિનિધિઓ આ વિશિષ્ટ મહેમાનોમાં સામેલ થાય તેવી અપેક્ષા છે.
દરમિયાન, સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષકુમાર ભુતાનીએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે, આ કાર્યક્રમની થીમ ‘સહકાર સે સમૃદ્ધિ’ ભારત સરકારના સૂત્રને અનુરૂપ છે, જેનો અર્થ સહકાર દ્વારા સમૃદ્ધિ થાય છે. અલગ સહકાર મંત્રાલયની રચના તથા પ્રથમ કેન્દ્રીય સહકાર મંત્ર તરીકેની જવાબદારી સંભાળતા શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારતીય સહકાર ક્ષેત્રે સહકારી કામકાજની વૃદ્ધિ અને વિકાસ માટે 54 પહેલો શરૂ કરીને રાષ્ટ્રીય જીડીપીમાં વધારે યોગદાન મેળવીને નવાં સીમાચિહ્નો પ્રાપ્ત કર્યાં છે. PACSનું કમ્પ્યુટરીકરણ હોય કે રાષ્ટ્રીય સ્તરે સહકારી સંસ્થાઓની હાજરી ન હોય તેવાં ક્ષેત્રોમાં પણ ભરવામાં આવેલાં ત્રણ પગલાંએ ઝડપથી વૃદ્ધિ પામી રહેલા સહકારી ક્ષેત્ર એવા ભારતને વૈશ્વિક સહકારી ચળવળમાં અગ્રેસર તરીકે મૂકી દીધું છે.
આ પ્રસંગે IFFCO લિ.ના એમ.ડી. યુ.એસ. અવસ્થીએ જણાવ્યું હતું કે, “આ પરિષદની થીમ છે ‘સહકારી ક્ષેત્ર બધા માટે સમૃદ્ધિનું નિર્માણ કરે છે’. અમારો લાંબા ગાળાનો ઉદ્દેશ એક સહકારી ચળવળનું નિર્માણ કરવાનો છે, જે સમૃદ્ધ અને સુરક્ષિત હોય. વિચારોના ઉત્તમ આદાન-પ્રદાન માટે અમારા આંગણે અમે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને આવકારાવા અને સન્માનવા બાબતે અમે સદ્દભાગી છીએ.”
IFFCO એ હમેશાં ભારતીય ખેડૂતોનાં હિતોને પોતાના હૃદયમાં રાખ્યાં છે. તેથી જ આ પરિષદમાં ભારતીય સહકારી ઉત્પાદનો તથા સેવાઓના પ્રદર્શન માટે ભારતીય ગામડાની થીમ સહિત ‘હાટ’ (નાનકડી દુકાન)ની સ્થાપના કરવામાં આવશે.
ભારતીય સહકારી ચળવળ હમેશાં પર્યાવરણની સલામતી માટે સાંસ્કૃતિક રીતે પ્રેરણા મેળવતી આવી છે અને IFFCOની ગૌણ-સંસ્થા એવી IFFDC પાછલાં વર્ષોમાં કાર્બન ક્રેડિટ મેળવનાર અગ્રણી સંસ્થાઓમાં સમાવેશ પામેલી છે. તેથી, ભારતીય સહકારી ચળવળના આ વારસાને જારી રાખવા માટે આ કાર્યક્રમ કાર્બન-ન્યૂટ્રલ રહેશે. સંભવિત કાર્બન ઉત્સર્જનને સરભર કરવા માટે વળતર આપવા માટે પીપળાના છોડના 10,000 રોપાઓ રોપવામાં આવશે.
સહકારી ક્ષેત્રમાં મહિલાઓનો અગ્રેસર અવાજ તથા બોર્ડમાં મહિલા-ડાયરેક્ટરની અનામત બેઠક ધરાવતી પ્રથમ સંસ્થા એવી IFFCO મહિલા સહકાર્યકરોની ઉત્તમ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય સહકારી સંસ્થાઓ તથા વૈશ્વિક સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે મોટાં નેટવર્કિંગ સત્રોનું આયોજન કરાશે, જેના પગલે સહકાર-થી-સહકાર (Coop-to-Coop)ના માર્ગે વિદેશ-વેપારના વિકાસને સુનિશ્ચિત કરી શકાશે.
ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ (ICA) વિશ્વભરમાં સહકારી સંસ્થાઓ માટેનો અવાજ છે. તે સહકારી સામાજિક એન્ટરપ્રાઇઝ મોડલને આગળ ધપાવવા માટે ઈ.સ. 1895માં સ્થપાયેલું બિન-નફાકારક આંતરરાષ્ટ્રીય સંગઠન છે.