વિશ્વ સંગીત દિવસ: કલર્સના કલાકારો શેર કરે છે, પોતાનો સંગીતપ્રેમ!
કલર્સનો શો ‘ખતરોં કે ખિલાડી 13’ની સ્પર્ધક રશ્મીત કૌર કહે છે, “મારી સંગીત યાત્રા અતુલ્ય રહી છે. તે એક રોમાંચક યાત્રા છે. શીખ સંગીત પ્રત્યેનો મારી માતાનો પ્રેમ અને તેણીએ મને શીખવાડેલ ગુરબાની કીર્તન મારા સંગીત પ્રેમનો પાયો છે. હું નસીબદાર છું કે, સંગીતે મારી પસંદગી કરી અને તે મારું બન્યું. શાળા કોલેજના દિવસોમાં મ્યુઝિક બૅન્ડ બનવવાથી લઈને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેવા સુધી, સંગીત હંમેશા મારું ચાલક બળ રહ્યું છે. આજે હું વિશ્વભરમાં પરફોર્મ કરું છું અને લોકોના જીવનમાં આનંદ લાવું છું. સંગીતનો હેતુ લોકોને આનંદ આપવાનો જ તો છે! સંગીત લોકોને એક અલગ જ દુનિયામાં લઈ જવાની અસામાન્ય શક્તિ ધરાવે છે. આ જ વસ્તુ મને ગાવાની અને કમ્પોઝ કરવાની પ્રેરણા આપે છે. મારા સંગીતની સફર તરફ હું નજર કરું છું ત્યારે મને જણાઈ આવે છે કે તે મને જીવનના પડકારોમાંથી પસાર થવા માટે માર્ગદર્શન આપે છે. વિશ્વ સંગીત દિવસ પર હું ભગવાન અને મારા શ્રોતાઓને તેમના અતૂટ સમર્થન માટે હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું.”
કલર્સનો શો ‘ખતરોં કે ખિલાડી 13’નો સ્પર્ધક ડિનો જેમ્સ પોતાની સંગીત સફર વિશે કહે છે, “હું એ જ વ્યક્તિ છું, જે એક સમયે જીવન વિશે બહુ ઓછું જાણતો હતો, જે સંઘર્ષ કરતો હતો, કોઈ પણ જાતની નોકરી કરતો હતો અને એક એક દિવસ માત્ર પસાર કરતો હતો. પછી, હિપ-હૉપના વિશ્વમાં મારી મુસાફરી શરૂ થઈ અને તે બાદ બધુ જ બદલાઈ ગયું. હું પોતાને આરામદાયક જીવન પ્રદાન કરવાની અને મારા માતા-પિતાની સંભાળ રાખવાની ક્ષમતા માટે હું ધન્યતા અનુભવું છું. આ શક્ય બન્યું કારણ કે મેં સંગીતને અનુસર્યું હતું. હિપ-હૉપે મને પસંદ કર્યો અને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારી યાત્રા અન્ય લોકોને પ્રેરણા આપે છે. મારું જીવન હિપ-હૉપ માટે જ છે. એટલે તે માટે જીવન સમર્પિત કરવા હું કટિબદ્ધ છું. ભગવાનની કૃપાથી મને ઘણા આશાસ્પદ કલાકારોને માર્ગદર્શન આપવાની તક મળી છે, કે જેઓ આ ક્ષેત્રમાં કશુંક અલગ કરવા માંગતા હતા. આ વિશ્વ સંગીત દિવસ પર હું આશા રાખું છું કે, તમામ ઊભરતા સંગીતકારો અને ગાયકો તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર કાઢવા માટે આંતરિક તાકાત મેળવે.”
કલર્સની ધારાવાહિક ‘જુનૂનિયત’માં જૉર્ડનની ભૂમિકા ભજવી રહેલ ગૌતમ સિંહ વિગ કહે છે, “સંગીત એક એવી સાર્વત્રિક ભાષા છે, જે તમામ સીમાઓ ઓળંગીને આપણાં આત્મા સુધી પહોંચે છે. તેમાં આપણી લાગણીઓ, વિચારો દેખાય છે. અને એ લાગણીઓ કે વિચારોમાં પરિવર્તન કરવાની અદ્ભુત શક્તિ તે ધરાવે છે. હું જેનું પાત્ર ભજવું છું, એ જૉર્ડન સંગીત સાથે સંકળાયેલ પાત્ર છે અને તેનો સંગીત પ્રત્યેનો પ્રેમ મારા જેવો જ છે. જૉર્ડનની ભૂમિકા માંથી મેં આ કળાનો આનંદ શું હોય છે, તે જાણ્યું છે. સંગીત ઈલાજ કરી શકે છે, ઘા મટાડે છે, અને પ્રેમની જ્યોત પ્રગટાવે છે. સંગીત એક એવી શક્તિ છે જે જીવનના તમામ ક્ષેત્રના, સ્તરના લોકોને એક કરે છે. સંગીત દિવસના આ ખાસ અવસર પર હું બધા રસિકોને હાર્દિક શુભેચ્છાઓ આપું છું. સંગીત વિશ્વમાં આનંદ, સુસંવાદ અને એકતા લાવતું રહે!”
કલર્સની ધારાવાહિક ‘જુનૂનિયત’માં જહાનનું પાત્ર ભજવનાર અંકિત ગુપ્તા કહે છે, “આપણે બધા માનીએ છીએ કે સંગીત એવી અભિવ્યક્તિ છે, જે શબ્દોને પાર કરી દે છે. હું વિવિધ ભાષાઓના સંગીતમય વાતાવરણમાં ઉછર્યો છું અને ત્યારે મેં જાણ્યું છે કે, આ કળાનો સ્વાદ દરેક દેશમાં અલગ અલગ હોઈ શકે છે પણ તેનો આત્મા સાર્વત્રિક છે. એ વિચાર ખરેખર આશ્વસ્ત કરનાર છે કે, દૂર દેશમાં રહેતી કોઈ વ્યક્તિ સંગીતના માધ્યમથી મારી લાગણીઓ અનુભવી શકે છે. મારા પાત્ર જહાનની જેમ હું સંગીત સાંભળવાનો શોખીન છું અને જીવનના પડકારો સામે તેનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં માનું છું. હું આશા રાખું છું કે એક દિવસ હું કોઈ વાદ્ય વાદનમાં નિપુણતા મેળવી લઇશ. ચાલો, સંગીતની શક્તિની ઉજવણીમાં એક થઈએ, કારણ કે એ એક એવી ભાષા છે, જે આપણને જોડે છે. ‘મ્યુઝિક ડે’ની શુભેચ્છાઓ!”
કલર્સની ધારાવાહિક ‘જુનૂનિયત’માં ઇલાઈનું પાત્ર ભજવી રહેલ નેહા રાણા કહે છે, “સંગીતનું મારા જીવનમાં હંમેશાથી કેન્દ્રિય સ્થાન છે. હું માનું છું કે, ‘જુનૂનિયત’ના માધ્યમથી તે અભિવ્યક્ત થાય છે. મારા માતા-પિતા જૂના હિન્દી ગાયનો સાંભળવાના શોખીન છે. સંગીત પ્રત્યેનો પ્રેમ મને તેમની પાસેથી જ મળેલ છે. બાળપણમાં મને લતાજી, આશાજી, કિશોરજી અને રફી સાબ જેવા દિગ્ગજોના ગીતો ખૂબ જ ગમતા. આજે પણ મારી કારમાં કે ઘરે વિશ્રામના ક્ષણોમાં મને આ જ ગીતો સાંભળવાનું ગમે છે. સંગીત પ્રત્યેનો મારો આ પ્રેમ જ મને ઇલાહીના પાત્ર સાથે જોડે છે. ઘોંઘાટથી ભરેલી દુનિયામાં સુરોની સંવાદિતા આપણા માટે વધુ મૂલ્યવાન બની જાય છે. સંગીતમાં આપણને અલગ જ દુનિયામાં લઈ જવાની, આપણી યાદોને તાજા કરવાની અને પોતાની સાથે જોડવાની બેજોડ ક્ષમતા રહેલ છે. આ એક એવી સાર્વત્રિક શક્તિ છે, જે આપણને બધાને એક સૂત્રમાં બાંધે છે. આ ખાસ દિવસે, ચાલો આપણે સંગીતની પરિવર્તનશીલ શક્તિને ઉજવીએ અને આશા રાખીએ કે સંગીત આ વિશ્વમાં સંવાદિતા લઈ આવે! આ કળા માટે યોગદાન આપનાર તમામ સંગીતપ્રેમીઓ, સંગીતકારો, ગાયકો અને રસિકજનોને હું બિરદાવું છું.
કલર્સની ધારાવાહિક ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ માં રવી રંધાવાનું પાત્ર ભજવી રહેલ ફહમાન ખાન કહે છે, “હું માનું છું કે, સંગીત આપણને બધાને જીવનની અરાજકતામાંથી બચાવે છે. સંગીત પ્રત્યેના મારા પ્રેમની શરૂઆત મારા ફિલ્મી પરિવારથી થઈ હતી. મારા ઘરમાં હમેશા હિટ ગીતો વાગતાં. જો તમે મને ક્યારેય ગાવાનું કહો તો, હું 80 અને 90 ના દાયકાના કોઈ ગીતની ધૂન જ સંભળાવીશ. તે સમયના ગીતોમાં કાલાતીત કવિતા અને ગહન ફિલસૂફી હતી. એક પ્રસિદ્ધ કહેવત છે, જે મારી સાથે તદ્દન બંધબેસતી છે- ‘સંગીત વિના જીવન એક ભૂલ હશે’. સંગીતના જાદુ વિનાના જીવનની કલ્પના કરતાં મને ડર લાગે છે. ગીતો આ બ્રહ્માંડને આત્મા પ્રદાન કરે છે અને જીવનને મંત્રમુગ્ધ કરે છે. તમામ સંગીત રસિકોને સંગીત દિવસની શુભકામનાઓ! આપણો દરેક દિવસ કોઈ સુમધુર ગીતથી સુરીલો થતો રહે!