માંગરોળ ખાતે પોષણ માસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી
સુરતઃબુધવારઃ- પોષણ માસ અંતર્ગત માંગરોળ ધટક-૧ અને ૨ ના સી.ડી.પી.ઓ. માધુરી એસ.ગૃપ્તા અને અંન્તુબેન એફ. ગામીત માર્ગદર્શન હેઠળ ૨૩૨ જેટલી આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં માંગરોલ-૧ અને ૨માં રાજય કક્ષાએ થી ફાળવેલી થીમ મુજબ આંગણવાડી કક્ષાએ યોગ, સ્થાનિક ખોરાક વગેરે જેવી આયુષ પધ્ધતિઓ દ્વારા સ્વસ્થ જીવન થકી સ્થાનિક સમુદાયને વાનગીઓનું પ્રદર્શન, શ્રી અન્ન (મિલેટ્સ)માંથી મળતા પોષણ તત્વો અને તેના ગુણધર્મોથી થતા ફાયદાની ગૃહ મુલાકાત કરીને ચર્ચા કરવામાં આવી હતી.
મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થી કલશ યાત્રામાં સહભાગી થયા હતા. સમગ્ર તાલુકાની તમામ સ્ટાફ મુખ્ય સેવિકા સેજાના તમામ, બ્લોક કો-ઓડિનેટર (NNM), બ્લોક ન્યુટ્રીશન મેનેજર, પી.એસ.વાય. ઇન્સ્ટ્રકટર દ્વારા તા.૧૮ થી તા.૨૩મી સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસ ઉજવણી કરવામાં આવી હતી.