ફેશનની દુનિયામાં લેટેસ્ટ સ્ટાઇલિશ સમર ટ્રેન્ડ્સ નિહાળો
ફેશનની દુનિયામાં લેટેસ્ટ સ્ટાઇલિશ સમર ટ્રેન્ડ્સ નિહાળો
ભારતનું બેન્ચમાર્ક ફેશન શોકેસ હાઈલાઈફ એક્ઝિબિશન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૪ અને ૫ મે ના રોજ યોજાશે
સુરત. ૨ મે ૨૦૨૩ : શું તમે આ સમર(ઉનાળા)માં લેટેસ્ટ ફેશનની આકર્ષક હોટ સ્ટાઇલથી રૂબરૂ થવા માંગો છો, તો તૈયાર થઈ જાઓ. ભારતનું બેન્ચમાર્ક ફેશન શોકેસ હાઈલાઈફ એક્ઝિબિશન ફેશનની દુનિયામાં ફરી ધૂમ મચાવવા આવી રહ્યું છે. અહીં તમને ટ્રેન્ડસેટિંગ ફેશન શોકેસ દ્વારા આ સમરના લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને વેરાયટી ડિઝાઇન ફેશન ગારમેન્ટ્સની વિશાળ રેન્જ જોવાં મળશે. આ એક્સક્લુઝિવ શોકેસ સુરત શહેરમાં ૪ અને ૫ મે ના રોજ હોટલ મેરિયોટ, અઠવાલાઇન્સ ખાતે યોજાઇ રહ્યું છે. તો આવો, તમે પણ આ સમર ફેશન કાર્નિવલનો ભાગ બનો.
હાઈલાઈફ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવેલાં ડિઝાઇનર ગારમેન્ટ્સ તમને એક નવો લુક આપીને અનેરા ઉત્સાહ સાથે તમારા ઉનાળાને યાદગાર બનાવી દેશે. ભલે પછી તે ખૂબસૂરત ડ્રેસ-આઉટ્ફીટ્સ હોય, વર-વધૂ માટે લગ્નના પહેરવેશ હોય, તેના બેન્ડવેગન માટે એથનીક ડિઝાઇન હોય, દરરોજના ફેશન એપેરલ્સ, એસેસરીઝ, જ્વેલરી કે તમારા ઘર માટે ફેશન સ્ટેટમેન્ટ હોય, આ એક્ઝિબિશનમાં તમારી માટે તમામ મનમોહક ફેશનેબલ વેરાયટી ઉપલબ્ધ છે.
0000