એન્ટરટેઇનમેન્ટ

કોમેડી મારા માટે બધું જ છે અને પરેશ રાવલ મારા આદર્શ છે : વિરાજ ઘેલાણી

ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી સોશ્યલ મીડિયા પર ફેન્ટાસ્ટિકલી છવાઇ ગયા છે. તે પોતાના કૉમિક કોન્ટેન્ટ અને  સોશિયલ મીડિયા ફન રિલ્સથી દર્શકોમાં ઘણાં લોકપ્રિય બની ગયા છે. તેમની એક્ટર તરીકેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ઝમકુડી પણ રિલીઝ થઈ ગઈ છે જે એક હોરર કોમેડી ફિલ્મ છે.

 

પોતાની જર્ની વિશે જણાવતાં તેઓ કહે છે કે મને નાનપણથી જ કોમેડી પ્રત્યે ખૂબ લગાવ હતો અને આ માટે અભિનેતા પરેશ રાવલ મારા આદર્શ છે. મે ઘણાં રિજેક્શન પણ ફેસ કર્યા છે. સોશિયલ મીડિયામાં તો મારા ઘણાં ફેન ફોલોઇંગ છે પણ મારે કાંઈક અલગ કરવું હતું. તેથી મેં લીડ એક્ટર તરીકે મારી આ પ્રથમ ફિલ્મ કરી કે જેને દર્શકો જરૂર પસંદ કરશે. હું હંમેશાથી મારું શ્રેષ્ઠ આપવામાં જ માનુ છું.”

વિરાજ માને છે કે તેમને હજી ઘણી સફળતા મેળવવાની બાકી છે અને તે રસપ્રદ કોન્ટેન્ટ બનાવવા માટે કટિબદ્ધ છે.

ઝમકુડી ફિલ્મમાં માનસી પારેખ તથા વિરાજ ઘેલાણી મુખ્ય રોલમાં છે. ફિલ્મ ઉમંગ વ્યાસ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ડિરેક્ટર જણાવે છે કે, “આ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે જે હોરર કોમેડી છે. વિરાજ સાથે કામ કરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો. તે ખરેખર એક અદ્ભુત અભિનેતા છે.”

ઉલ્લેખનીય છે કે વિરાજે આ અગાઉ શાહરૂખ ખાન સાથે જવાન ફિલ્મમાં કામ કર્યું છે અને તે ઉપરાંત ગોવિંદા નામ મેરા માં વિકી કૌશલ સાથે કામ કરવાનો તેમનો અનુભવ પણ યાદગાર છે. તેમણે ૭૭માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button