શિક્ષા

શિક્ષણ સાથે સ્વાદનું સંગમ: શિનોરની શાળામાં વિદ્યાર્થીઓનું પ્રીતિભોજન સાથે ઉમળકાભેર સ્વાગત

શિક્ષણ સાથે સ્વાદનું સંગમ: શિનોરની શાળામાં વિદ્યાર્થીઓનું પ્રીતિભોજન સાથે ઉમળકાભેર સ્વાગત
શિનોર તાલુકાની ઉતરાજ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્ર નું ઉત્સાહભેર સ્વાગત કરીને તમામ બાળકો માટે પ્રીતિ ભોજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની ઉતરાજ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે લગાવ વધે અને તેઓ હર્ષોલ્લાસ સાથે શિક્ષણ કાર્યમાં જોડાય તેવા હેતુથી એક પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
​શાળાના શિક્ષિકા ભૂમિકાબેન શીંગડીયા અને ગામના સેવાભાવી દાતા સુનિલભાઈ પટેલ ના વિશેષ સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ‘છોલે-પુરી અને શ્રીખંડ’નું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોના મુખ પરનો આનંદ જોવાલાયક હતો. ઉલ્લેખનીય છે કે, ભૂમિકાબેન અને દાતા સુનિલભાઈ અવારનવાર શાળાની શૈક્ષણિક પ્રગતિ અને વિવિધ વિકાસ કાર્યોમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપી રહ્યા છે.
​વેકેશન બાદ વિદ્યાર્થીઓનું શાળામાં ઉમળકાભેર સ્વાગત કરી તેમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા બદલ શાળા પરિવારે દાતા સુનિલભાઈ અને ભૂમિકાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉતરાજ પ્રાથમિક શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષક ભાઈ બહેનો માત્ર ફરજ ના ભાગરૂપે નહીં પરંતુ સાચા અર્થમાં વાલી બનીને શિક્ષણ ઉપરાંત બાળકોની સુષુપ્ત પ્રતિભા બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button