હત્યા કેસના આરોપીને જામીન મુક્ત કરતી અદાલત

Surat News: પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડર કેસમાં આરોપી- નાઝીમ ઉર્ફે ભાંજા સાદીક રાજના જામીન કોર્ટે મંજુર કર્યા હતા. ફરીયાદીના નાના ભાઈ ઈજા પામનાર વિજય મેહરૂ લુની તેના મિત્ર કૌશલભાઈ ઉર્ફે ભોલુ રાધેશ્યામ હરીયાણી સાથે ઉભા હતા તે દરમ્યાન આરોપીઓ દુર્ગેશ રાજભર, નાઝીમ ઉર્ફે ભાંજા સાદીક રાજ, શૈલેષ ઈશ્વરભાઈ રબારી તથા મુકેશ ઉર્ફે ચામડો શિવાજી કાનળે| તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર, તેમજ મહેશ ઉર્ફે ગોલુ, સ્વપ્નીલ ઉર્ફે મકાઈ શાંતારામ ઝઘડુભાઈ ભોઈએ ભેગા થઈ તથા ઘાતક હથિયારો સાથે ફરીયાદીના નાનાભાઈ વિજય મેહરૂભાઈ લુની સાથે ખોટી રીતે ઝઘડો ઉભો કરી ફરીયાદીના ભાઈ- વિજયભાઈ મેહરૂ લુનીને લાકડાના ફટકાથી તથા ઢીકમુક્કીનો માર મારી છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મર્ડર કેસમાં આરોપી નાઝીમ ઉર્ફે ભાંજા સાદીક રાજએ વકીલ ઝફર કે. બેલાવાલા મારફતે જામીન અરજી કરી હતી.