દિવાસાની શ્રદ્ધાળુઓમાં તડામાર તૈયારી શરૂ

અષાઢ વદ અમાવસ્યા, તારીખ 4 ઓગસ્ટથી દશામાનુ વ્રત દસ દિવસ માટે શરૂ થઈ રહ્યું છે શિનોર- સાધલી પંથકમાં,તેની ઉજવણી માટે શ્રદ્ધાળુઓ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે, અને બજારમાં વિવિધ આકર્ષક શૃંગાર સાથેની દશામાની મૂર્તિઓ સાંઢણી પર સવાર દેખાઈ રહી છે.
તારીખ 4 ઓગસ્ટ રવિવાર ને અષાઢ વદ અમાવશ્યાના દિવસથી સવિશેષ ગ્રામ્ય વિસ્તારોમાં દશામાના વ્રતની ભારે શ્રદ્ધાપૂર્વક દસ દિવસ ઉજવણી કરવામાં આવે છે ,અને આ 10 દિવસ દરમિયાન ભાજપા સરકારની વાતો છેવાળાના ઘર સુધી યોજના પહોંચાડવી પરંતુ સરકાર દ્વારા પણ પહોંચતી નથી ,તેની સામે દશામાના ભક્તો દ્વારા છેવાળાના ઘેર સુધી દશામાની મૂર્તિની સ્થાપના કરીને સંપૂર્ણ ભક્તિ ભાવપૂર્વક પુજા અર્ચન થાય છે. આ દસ દિવસ દરમિયાન જેના ઘરે સ્થાપના થઈ હોય તે આખું કુટુંબ કોઈ પણ જાતનુ વ્યસન કરતું નથી અને તેના કારણે પોલીસની રહેમ નજર હેઠળ ચાલતો દેશી વિદેશી દારૂ નો વેપલો માર ખાય છે.
દશામાના ભક્તો જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ગ્રામ્ય વિસ્તારમાં ભજન કીર્તનની રમઝટ સાથે દશામાની સ્થાપના કરીને શ્રદ્ધાભેર વ્રતની ઉજવણી કરે છે. તારીખ 4 ઓગસ્ટ થી શરૂ થતું આ વ્રત 13 ઓગસ્ટના રોજ ઉજવણી સાથે દશામાની મૂર્તિ ને નદીમાં પધરાવીને પૂરું થશે.
બ્લોક. શહેર વિસ્તારોમાં ઉજવાતા ગણેશ સ્થાપના નવરાત્રી સહિત અનેક પર્વ ધંધાદારી રીતે ઉજવાય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ દશામાનો તહેવાર સાચા દિલથી અને ધાર્મિક વિધિ વિધાન મુજબ ભક્તિ ભાવથી ઉજવવામાં આવે છે શહેરો અને ગામડામાં આ મુખ્ય તફાવત દેખાઈ આવે છે.