ગુજરાત

શિનોર તાલુકામાં તંત્રની ઉદાસીનતા: પ્રચાર-પ્રસારના અભાવે ‘ધરતી આંબા સેવાસેતુ’ કેમ્પ નિષ્ફળ

શિનોર તાલુકામાં તંત્રની ઉદાસીનતા: પ્રચાર-પ્રસારના અભાવે ‘ધરતી આંબા સેવાસેતુ’ કેમ્પ નિષ્ફળ
શિનોર તાલુકામાં ધરતી આંબા સેવાસેતુ ના કાર્યક્રમનો તંત્ર દ્વારા પ્રચાર અને પ્રસાર ના થવાના કારણે સીમડી તથા બાવળિયા મુકામે થયેલા કાર્યક્રમને પૂરી સફળતા મળેલ નથી.
પ્રધાનમંત્રી જનમન યોજના અંતર્ગત જન ભાગીદારી- સબસે દૂર સબસે પહેલે સપ્તાહની ઉજવણી તારીખ 18 થી 20 મે 2026 સુધી ચાલે છે. શિનોર તાલુકામાં જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન માં સમાવિષ્ટ ગામોના આદિવાસી લોકોને વિવિધ યોજનાનો લાભ આપવા તથા જનજાગૃતિ લાવવા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને કામગીરી સોંપવામાં આવેલ છે, પરંતુ આ તંત્ર દ્વારા આ ધરતી આબા સેવા સેતુ કાર્યક્રમની પૂરી જાહેરાત કરવામાં આવેલ ના હોવાના કારણે શિનોર તાલુકાના સીમળી તથા બાવળિયા મુકામે રાખવામાં આવેલ કેમ્પને પૂરેપૂરી સફળતા મળેલ નથી. તારીખ 20 મે 2026 ના રોજ સીમડી પ્રાથમિક શાળામાં ત્રણ ગામો સીમડી, મોટા કરાળા અને અંબાલી નો કેમ્પ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની જાણ સમયસર કરવામાં આવેલ ના હોવાના કારણે સફળતા પામેલ નહતો ,તેવી જ રીતના તારીખ 21 મે 2026 બાવળિયા પ્રાથમિક શાળામાં છાણભોઈ, બાવળિયા, તરવા અને ભેખડા ચાર ગામનો સેવા સેતુ રાખવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા ગમે તે કારણોસર પૂરેપૂરી જાહેરાત થઈ ના હોવાના કારણે પૂરી સફળતા મળી નહોતી. ગામડાઓમાં કનેક્ટિવિટી તથા સર્વરના પણ પ્રશ્નો ઊભા થાય છે.
ભારત સરકારના જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આ કેમ્પમાં પી.એમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ,આધારકાર્ડ ,રેશનકાર્ડ ,જાતિ પ્રમાણપત્રો ,ડોમી સાઇલ સર્ટિફિકેટ, વિવિધ પેન્શન યોજના, પીએમ ઉજ્વલા યોજના, મનરેગા યોજના, સ્થળ પર નોટરી સહિત ખેતીવાડીની યોજના, બેંક ની યોજના, શિક્ષણ યોજના, આરોગ્યની યોજના અને પોષણ આહાર ની યોજના સહિત વિવિધ યોજનાના લાભો સ્થળ પર આપવાના હોય છે. પરંતુ સરકારી તંત્ર દ્વારા આ કેમ્પનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થયો નહોતો જેથી આ કેમ્પને પૂરી સફળતા મળી નહોતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button