રૂ. 75 લાખની ચકચારી હનીટ્રેપનો મામલો: શિનોર કોર્ટે બે આરોપીઓને રિમાન્ડ પર સોંપ્યા, એકનો છૂટકારો

રૂ. 75 લાખની ચકચારી હનીટ્રેપનો મામલો: શિનોર કોર્ટે બે આરોપીઓને રિમાન્ડ પર સોંપ્યા, એકનો છૂટકારો
શિનોર પોલીસ મથકે નોંધાયેલ ચકચારી હની ટ્રેપ ગુનામાં મુખ્ય આરોપી મનીષા અને આરોપી એહમદને આઠ દિવસના રિમાન્ડ , પરંતુ પાછળથી પકડાયેલ અક્ષય વસાવાને જામીન પર મુક્ત કર્યો.
શિનોર પોલીસ મથકે તારીખ 6 ફેબ્રુઆરી 2026 ના રોજ શિનોરના ફરિયાદી હરેશ રણછોડ પટેલે 9 (નવ) આરોપીઓ સામે રૂપિયા 75,75,550 બ્લેકમેલિંગ કરી લઈ ગયા ની ફરિયાદ કરી હતી. જેમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ ઝડપી પાડીને આશરે રૂપિયા 29 લાખ નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા અને આશિક નો ભાઈ અહેમદ પઠાણ તારીખ 14 મે 2026 ઝડપાયા પછી શિનોર નામદાર કોર્ટમાં રજૂ કરતાં તારીખ 22/05/2026 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ તારીખ 15 મે ના રોજ આ ગુના માં પકડાયેલ અક્ષય પ્રતાપ વસાવાના વકીલ આર.એફ. ગરાસીયા (સાધલી) દ્વારા શિનોરના પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સમક્ષ જામીન અરજી રજૂ કરતાં તેમની દલીલો ગ્રાહ્ય રાખીને નામદાર શિનોર કોર્ટે રૂપિયા 95 હજાર ના સ્થાનિક જામીન તેમજ કેટલી રકમના જાત મુચરકા અને શરતોને આધીન જામીન પર મુક્ત કરેલ છે.



