કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
સુરતઃ ગુરુવારઃ- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના કોદાદા અને ફુલવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી હિતેશભાઈ નાયકે સરકારની મહત્તમ યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓની જાણકારી આપી ગામવાસીઓએ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. આ અવસરે ગામના લોકોએ આધાર કાર્ડ અપડેટ, આયુષ્યમાન કાર્ડ તથા અન્ય યોજનાઓના સ્ટોલ દ્વારા યોજનાઓના લાભ લેવા માટે અરજીઓ કરી હતી. સરકારની યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ અવસરે TDO શ્રી પી. સી. માહલા, ભગવતીબેન PHC ખરવણના મેડિકલ ઓફિસર, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નિલેશભાઈ આર. પટેલ, ફૂલવાડી ગામે આત્મા પ્રોજેક્ટના હિતેષભાઈ ભાવસાર ડેપ્યુટી સરપંચ, ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, ICDS આંકડા મદદનીશ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.