શું આપ મધમાખી ઉછેર કરવા માંગો છો?
બાગાયત વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.૧૯મીએ વિનામૂલ્યે મધમાખી ઉછેર તાલીમ યોજાશે
વહેલા તે પહેલાના ધોરણે તાલીમમાં જોડાવાની તક
સુરત:સોમવાર: તા.૧૯મી ઓગસ્ટ: વિશ્વ મધમાખી દિવસ-૨૦૨૩ નિમિત્તે તા.૧૯મીએ સવારે ૯.૦૦ વાગ્યે બાયોટેકનોલોજી ઓડિટોરીયમ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામક કચેરી-સુરતના સંયુકત ઉપક્રમે મધમાખી ઉછેર તાલીમ યોજાશે. જેમાં રસ ધરાવતા નાગરિકો, પ્રગતિશીલ ખેડૂતો માટે વિનામૂલ્યે તાલીમ મેળવીને ખેતી સાથેના એક અગત્યના પુરક વ્યવસાય તરીકે મધમાખી ઉછેરથી આર્થિક ઉપાર્જન કરવાની તક છે. આ તાલીમમાં મર્યાદિત સંખ્યા રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
રજિસ્ટ્રેશન કરનારે આ
રજિસ્ટ્રેશન લિંકમાં નોંધણી કર્યા બાદ નીચેના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું જરૂરી છે. તાલીમની રજિસ્ટ્રેશન લિંક https://forms.gle/uC6mStYkLwi46GRDA
વોટ્સએપ લિંક: WhatsApp Group Invite