ગુજરાત

પતંગોત્સવ દ્વારા ડોનેટ લાઈફે અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવ્યો

પતંગોત્સવ દ્વારા ડોનેટ લાઈફે અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવ્યો

દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. રાજ્યમાં છેલ્લા ૧૮ વર્ષથી ૨૪*૭=૩૬૫ દિવસ સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની સાથે સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો અંગદાનનું મહત્વ સમજે, વધુ ને વધુ વ્યક્તિઓ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાય તથા જે પરિવારોએ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે પતંગ મહોત્સવ “ઓર્ગન ડોનર પરિવારોને સંગ”નું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું, જેમાં જુદા-જુદા પોસ્ટરો દ્વારા અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. શહેરીજનોને અંગદાનના સંદેશા લખેલા પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પતંગોત્સવમાં ૧૬૭ શહેરીજનોએ અંગદાનના સંકલ્પ માટેનું ફોર્મ ભરી અંગદાનનો સંકલ્પ લીધો હતો.

આ પતંગોત્સવમાં જીએસટી ચીફ કમિશ્નર શ્રી પંકજ સિંઘ,મેયર શ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી ઝંખનાબેન પટેલ, દિશા ફાઉન્ડેશનના દિનેશભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાગપુરના પ્રો. રવીન્દ્ર ભુસારી, નિવૃત સૈનિકો, ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ શ્રીમતી હેતલ પટેલ, માજી ડેપ્યુટી મેયર નીરવ શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના માનદ્દ મંત્રીશ્રી હિતેશભાઈ પટેલ, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, વિવિધ સ્કૂલો-કોલેજોના NCC અને NSS ના વિધાર્થીઓ સહીત મોટી સંખ્યામાં શહેરના ડોકટરો, સામાજીક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો, મીડિયા જગતના મિત્રો અને શહેરીજનોએ ઉપસ્થિત રહી ઓર્ગન ડોનર પરિવારો અને ડોનેટ લાઈફ સંસ્થાને તેઓએ કરેલ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button