શિક્ષા

તમને ખબર છૅ શિક્ષક કેવા હોવા જોઈએ?

તમને ખબર છૅ શિક્ષક કેવા હોવા જોઈએ?

૨૧ મી સદીના બે દાયકા બાદ પણ શુન્ય પરિણામ શાળાના શિક્ષકોને શું કહેવું? વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી લખતા વાંચતા પણ ના આવડે તો કોની જવાબદારી?

દર વરસે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ૪૦ થઈ ૪૫ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે આ આશરે ૫ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થતા નથી એમના શિક્ષકો નાપાસ થયા છે શિક્ષકોએ વિદ્યાર્થીઓમ કેળવણી મૂલ્યોનું સિંચન કરવાનું હોય છે એને બદલે વિધાથીઓને વાંચતા લખતા પણ ના આવડે તો વાંક કોનો કાઢવો?

શિક્ષકની જવાબદારી માત્ર પરીક્ષાનું શિક્ષણ આપવાની નથી વિદ્યાર્થીઓને ખરી કેળવણી પણ આપવાની છે દેશને શિક્ષક પાસે ઘણી મોટી અપેક્ષા છે વાલી કે વિદ્યાર્થીઓના ખરાબ વર્તન અને નબળી માનસિકતા વચ્ચે પણ શિક્ષકોએ પોતાનું કર્તવ્ય ફરજ બજાવવા અડગ રહેવું જોઈએ શિક્ષક પણ આપણા દેશના સેનિક છે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમા પણ દેશની ભાવી પેઢીને ઘડવાનું કામ કરવું તે શિક્ષકની ફરજ છે

વિદ્યાર્થીઓ શારીરિક સાથે માનસિક રીતે હાજર રહે તેવા વાતાવરણ ઉભું કરવાની ખાસ જરૂર છે

એક વસ્તુ લખી રાખો શિક્ષકો જ સારા નાગરિકોનું ઘડતર કરી શકે છે વર્તમાન સમયે વિદ્યાર્થીઓના વાણી વર્તન અને કારકિર્દી માટેની બેદરકારી આપણે ખીન્ન કરે છે શિક્ષક ધારે તો વિદ્યાર્થીઓમા જીવનમૂલ્યોનું સિંચન કરી શકે છે તે માટે શિક્ષકોને આદર પ્રોત્સાહન આદર અને તાલિમ મળવા જોઈએ

શિક્ષક પ્રામાણિક વ્યકિતત્વ વાલા હોવા જોઈએ વિદ્યાર્થીઓ પર પ્રભાવ ના પડે તે સારા શિક્ષક ના કહેવાય જો વિદ્યાર્થી શિક્ષકથી પ્રભાવીત થશે તો જ સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરી શકશે

શિક્ષકનો ભાષા પર કાબુ હોવો ખુબ જ જરૂરી છે ભાષા જ શિક્ષકોનું હથિયાર છે શિક્ષક ના બોલે તો તેમનો ચહેરો બોલતો હોય છે શિક્ષક આત્મવિશ્વાસથી. ભણાવે તેવા હોવા જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button