ઉનાળાની કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદનું માવઠું થતા ખેતીમાં નુકસાન : ખેડૂતો ચિંતાતુર
ડભોઈ : ડભોઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદનું માવઠું થતા ખેતીમાં નુકસાન થતા ડભોઇ તાલુકાના ખેડૂતો ચિંતાતુર બન્યા મહા મોંઘો પાક તૈયાર થઈ ગયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હવામાનમાં અચાનક પલટો આવતા છેલ્લા બે ત્રણ દિવસથી થતા કમોસમી વરસાદ અને વાવાઝોડા ને લઈ ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના માનપુરા ઓરડી રાજપુરા તેન તળાવ શંકરપુરા તેમજ અન્ય ગામોના ખેડૂતોની હાલત એક સાંધે અને બાર ટુટે જેવી થઈ પડી છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી માવઠું અને વાવાઝોડું આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને તેમજ ખેતરમાં પાથરેલ તૈયાર પાકને ભારે નુકસાન થવા પામ્યું છે સાથે પાક લેવા આવેલ વેપારીઓ ની ગાડીઓ તેમજ ખેડૂતોના વાહનો પણ માવઠાને લઈ ખેતરોમાં વરસાદના પાણીને કારણે ફસાઈ જવા પામ્યા હતા. સાથે જગતના તાંત ગણાતા એવા ખેડૂતોના તૈયાર થયેલ પાક જેમાં મકાઈ બાજરી એરંડા કપાસ સૂંઢિયું તેમજ ઘાસચારાને કમોસમી માવઠાને લઈ ભારે નુકસાન થતા ખેડૂતોચિંતાતુર થઈ ગયા હતા જ્યારે ખેડૂતો દેવું કરી મોંઘાદાટ બિયારણો અને દવા નો ખર્ચો ઉઠાવી ખેડૂતો પાક પકાવતા હોય આવા કમોસમી માવઠા અને વાવાઝોડા ને લઈ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ પાક બગડી જતા વેપારીઓ દ્વારા સરકારે નક્કી કરેલ ભાવ ન આપતા ખેડૂતો દિવસે ને દિવસે દેવાના ડુંગર હેઠળ દબાતા જાય છે જેને લઇ ખેડૂતો દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનું સરકાર વળતર આપે તેવી અપેક્ષા કરાઈ હતી સાથે વેપારીઓ પાસેથી ખેડૂતોના પાકનો ટેકાના ભાવે પૂરેપૂરો ભાવ મળે તેવી સરકાર સમક્ષ લાગણી અને માંગણી કરાઈ હતી.