ભાવનગરના પૂર્વ ધારાસભ્ય-ભાજપના રાષ્ટ્રીય નેતા સુનિલ ઓઝાનું અવસાન
ભાવનગરના પૂર્વ ધારાસભ્ય-ભાજપના રાષ્ટ્રીય નેતા સુનિલ ઓઝાનું અવસાન
ભાવનગરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહપ્રભારી સુનિલભાઈ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું છે. વારાણસી સીટનો વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલ ઓઝાએ તાજેતરમાં જ રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કાશી ખાતે કર્યું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા અને છેલ્લા દસ વર્ષથી વારાણસી ખાતે થયા સ્થાયી હતા. સુનિલ ઓઝાના અચાનક નિધનથી ભાજપ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
ભાવનગરનાં પૂર્વ ધારાસભ્ય સુનિલભાઇ ઓઝાનું નિધન થયું છે. સુનિલભાઇનાં પાર્થિવદેહને દિલ્હીથી કાશી મુકામે તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવશે અને કાલે સવારે 11 કલાકે તેમની અંતિમવિધિ કાશીમાં રાખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે સુનિલભાઇ ઓઝા ભાવનગર પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી બે વખત ચૂંટાયા હતા અને નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન થતાં સુનિલભાઇ ઓઝાને ઉત્તરપ્રદેશનાં પ્રભારી બનાવાયા હતા. ત્યારબાદ હાલમાં બિહારનાં પ્રભારી તરીકે કાર્યરત હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નજીક ગણાતા સુનિલભાઇ ઓઝા ભાવનગરમાં બે ટર્મ ધારાસભ્ય હતા ત્યારે તેઓ સક્રિય ધારાસભ્ય તરીકે કામગીરી કરી હતી. એક દાયકાથી વધુ તેઓ યુ.પી.માં હતા.