વોર્ડ નં.૨૫ લિંબાયત-ઉધનાયાર્ડમાં બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જાને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ

વોર્ડ નં.૨૫ લિંબાયત-ઉધનાયાર્ડમાં બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જાને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ
સુરત મહાનગર પાલિકાના ચૂંટણીના અનુસંધાનમાં વોર્ડ નં.૨૫ લિંબાયત-ઉધનાયાર્ડમાં આવેલ ચૂંટણી મદ્યસ્થ કાર્યાલયમાં આયોજિત બુથ પ્રમુખ શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ પ્રભારી અને વોર્ડના પદાધિકારીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના ઈન્ચાર્જ ડો. પ્રશાંતભાઈ કોરાટ, લિંબાયત વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સુરત શહેર ભાજપના મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડે, સુરત શહેર ભાજપ ચૂંટણી સમિતિના સહ ઈન્ચાર્જ વિવેક પટેલ, સુરત શહેર ભાજપના ઉપાધ્યક્ષ રતનલાલ જૈન, મંગલાબેન ગોસ્વામી, વોર્ડ પ્રમુખ હેમંત મરાઠે, મહામંત્રીઓ રાપોલુ બુચ્ચુરામુલુ, નિતિન શિંપી, વોર્ડ ચૂંટણી સમિતિના કન્વીનર રાજુ સુરતી, સહ કન્વીનર કિરીટ મૈસૂરિયા, ઉમેદવારો સંજય પાટીલ, જયેશ ચાંદલેકર, પુષ્પાબેન પાટીલ, કવિતાબેન એનગંદુલા, માજી કોર્પોરેટર વિક્રમ પાટીલ તેમજ બુથ પ્રમુખો શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જા, વોર્ડના પદાધિકારીઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ સંદર્ભે પ્રશાંત કોરાટ, સંગીતાબેન પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે કાર્યકર્તાઓ સંપથી કામ કરી ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. સુરત શહેરને વિકાસ માટે ભાજપ સરકાર તેમજ મહાનગર પાલિકાએ ખૂબ જ પ્રયત્નો કર્યા અને લિંબાયતમાં દરેક સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. જેથી ભાજપને જીતાડવા વિનંતી કરી હતી.



