રાજનીતિ

શિનોરની કુકસ બેઠક પર ભાજપનો દબદબો: ઉમેદવાર કાજલબેન પટેલ અને સંગઠનને ત્રણ ગામોમાં મળ્યો અભૂતપૂર્વ જનસમર્થન

શિનોરની કુકસ બેઠક પર ભાજપનો દબદબો: ઉમેદવાર કાજલબેન પટેલ અને સંગઠનને ત્રણ ગામોમાં મળ્યો અભૂતપૂર્વ જનસમર્થન
સાધલી જિલ્લા પંચાયત ના ઉમેદવાર વિભા પટેલના એજન્ટ સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ અને સંગઠન દ્વારા કુકસ બેઠકના ત્રણ ગામોની ફેરણી દરમિયાન ભારે આવકાર મળ્યો.
શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તથા સંગઠનના હોદ્દેદારો સાથે આજે જીગાભાઈ પટેલ દ્વારા તાલુકા પંચાયતની કુકસ બેઠકના ત્રણ ગામોની મુલાકાત લીધી, તેઓની સાથે કુકસ બેઠકના ભાજપના ઉમેદવાર કાજલબેન પટેલ જોડાયા હતા. સીમળી મુકામે સરપંચ કનુભાઈ પટેલે સૌને આવકાર આપ્યો . સમગ્ર ગામની ફેરણી દરમિયાન જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ હીનાબેન મોઢ તથા ભાજપા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. બપોર પછી સંત શ્રી નાયાજી મહારાજના દર્શન કરી જીગાભાઈ પટેલે સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજને પગે લાગી આશીર્વાદ લીધા, મહારાજે તેઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું. કુકસ ગામે ગામના તાલુકા પંચાયતના અન્ય બે ઉમેદવારો હોવા છતાં પણ દરેક વર્ગમાંથી જીગાભાઈ પટેલ પ્રમુખ સંકેત પટેલ, મહામંત્રી હિતેશ ઠાકોર સહિત ભાજપ ને ભવ્ય આવકાર આપવામાં આવ્યો, અને ઘરે ઘરે બહુમાન કરવામાં આવ્યું. મત વિસ્તારના ત્રીજા ગામ તેરસા મુકામે 600 મત હોવા છતાં પણ તમામ મતો ભાજપને મળશે તેવી ખાતરી આપવામાં આવી ,જે જિલ્લા પંચાયત ભાજપા ઉમેદવારની ગ્રામજનો પ્રત્યેની લોકચાહના દર્શાવે છે. આજના પ્રચાર રાઉન્ડમાં સીમડી ના 1349, કુકસના 1574 ,અને તેરસાના 600 મળીને કુલ 3523 મતદારોને મળવાનો પ્રયત્ન કરેલ છે. પ્રચારની અંતિમ તારીખ 24 ના રોજ પુનિયાદ , દામનગર અને છાણભોઈ ગામ નો પ્રચાર પૂરો કરી 22 ગામોમાં ડોર ટુ ડોર પ્રચાર પૂર્ણ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button