ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના આરોપ અનુસાર ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી લાંચના આરોપમાંથી બહાર
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના આરોપ અનુસાર ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી લાંચના આરોપમાંથી બહાર
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ મુજબ ગૌતમ અદાણી,ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈન સામે લાંચના કોઇ આરોપ નથી
ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન ઉપર યુ.એસ.ફોરેન કરપ્ટ પ્રેકટીસ એક્ટ(FCPA)ના ભંગનો આરોપ નથી અને યુ.એસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાથી બાકાત
- ફકત એઝૂર અને સીડીપીક્યુના અધિકારીઓ ઉપર અમેરિકામાં યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના ભ્રષ્ટાચારના આરોપો છે.
- અદાણીના અધિકારીઓ પર લાંચ કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તમામ સમાચાર અહેવાલો ‘ખોટા‘ હોવાનો અદાણી ગ્રીન એનર્જી લિ દાવો.
અદાણીસમૂહની એક કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારાસ્ટોક એક્સચેન્જમાં તાજેતરમાં કરવામાં આવેલા ફાઇલિંગ અનુસાર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અનુસાર ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી, અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન ઉપર કોઈપણ લાંચના આરોપો નથી. અદાણીના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો અંગેના વિવિધ મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલોને AGELએ તેના ફાઇલિંગમાં ‘ખોટા‘ ગણાવ્યા છે.
અમારા કેટલાક ડિરેક્ટરો એટલે કે શ્રી ગૌતમ અદાણી,શ્રી સાગર અદાણી અને શ્રી વિનીત જૈન પર આરોપમાં યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) ના ઉલ્લંઘનનો માધ્યમોએ પ્રકાશિત કરેલા લેખોમા આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા કરવામાં આવેલા ફાઇલિંગમાં આવા નિવેદનો જુઠ્ઠા ગણાવ્યા છે. વધુમાં આ નિવેદનમાં જણાવાયું છે કે શ્રી. ગૌતમ અદાણી, શ્રી સાગર અદાણી અને શ્રી વિનીત જૈન પર યુ.એસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અથવા યુએસ એસઈસીની મુલકી ફરિયાદના આરોપમાંની નિર્ધારિત ગણતરીઓમાં FCPA ના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. કાનૂની આરોપમાં ગણતરી પ્રતિવાદી સામેના વ્યક્તિગત આરોપોનો સંદર્ભ આપે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં પાંચ ગણતરીઓ પૈકીના પ્રથમ કાઉન્ટમાં કોઈ ઉલ્લેખ નથી અને ગૌતમ અદાણી, સાગર અદાણી અથવા વિનીત જૈનને પ્રથમ ગણતરીમાં બાકાત રાખવામાં આવ્યા છે. ન તો ગણતરી પાંચ “ન્યાયને અવરોધવાનું કાવતરું” (પૃષ્ઠ 41)માં ઉલ્લેખ છે.
ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોનો ઉલ્લેખ કરતા કાઉન્ટ વનમાં માત્ર રણજીત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને Azure પાવર અને એક કેનેડિયન રોકાણ સંસ્થા અને Azureના સૌથી મોટા શેરહોલ્ડર CDPQ (Caisse de dépôt et placement du Québec) ના રૂપેશ અગ્રવાલ સામેલ છે. આ કાઉન્ટ હેઠળ અદાણીના કોઇ અધિકારીને ઉલ્લેખવામાં આવ્યા નથી.
જો કે વિદેશી તેમજ ભારતીય વિવિધ માધ્યમો દ્વારા ડિપાર્ટમેન્ટઓફ જસ્ટીસના આરોપોની અપૂરતી કે ખામીયુક્ત સમજણને કારણે અદાણીના ડિરેક્ટર્સ પર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટઓફ જસ્ટીસ અને SEC દ્વારા અથવા તમામ પાંચ ગણતરીઓ હેઠળ ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું જુઠ્ઠા અને અવિચારી અહેવાલો પ્રસિધ્ધ થયા છે.
અદાણીના અધિકારીઓ પર માત્ર કાઉન્ટ 2: “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડીનું કાવતરું”, કાઉન્ટ 3: “કથિત વાયર છેતરપિંડીનું કાવતરું” અને કાઉન્ટ “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડી” નો આરોપ્ મૂકવામાં આવ્યો છે.