મહુવા તાલુકાના પુના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ભવ્ય સ્વાગત
સુરત: ગુરૂવાર: કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઇ હતી.જેમાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ અવસરે તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.સી. માહલાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન કરતા ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવવામાં સપનાને સાકાર કરવા માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો. વિભાગોના અધિકારીઓએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ માહિતી આપી હતી. વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમના વિભાગની યોજનાઓ જેવી કે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા ,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસારણ તેમજ icds મહુવાના CDPO શ્રી, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THR નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન યોજાયું હતું.
ઉપરાંત મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું,ICDS, PMJY, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લભોનો સુખદ અનુભવ પણ વ્યક્ત કર્યા હતા
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી પી સી માહલા, સરપંચશ્રી રેખાબેન પટેલ,APO શ્રી કલ્પેશભાઈ, તબીબી અધિકારીશ્રી હિમાંશુભાઈ પટેલ, શાળા આચાર્ય શ્રી શાંતિલાલભાઈ ચૌધરી,ગ્રામ પંચાયતના સભ્યોશ્રી, તાલુકા પંચાયતના કર્મચારી, મુખ્ય સેવિકા વલવાડા, કાર્યકરો, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી સહિત કર્મચારી ગણની ઉપસ્થિતિ રહ્યાં હતા.