Uncategorized

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી સોસાયટી ટ્રસ્ટ, ગુજરાત દ્વારા અમદાવાદમાં 12 અને 13 ઓગસ્ટના રોજ “GUJ- IR 2023″નું આયોજન

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી સોસાયટી ટ્રસ્ટ, ગુજરાત દ્વારા અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ હયાત હોટલમાં 12મી અને 13મી ઓગસ્ટ, 2023 દરમિયાન “GUJ- IR 2023” કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ઇન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઇમેજિંગ એસોશિએશન (IRIA) ગુજરાત ચેપ્ટર દ્વારા સમર્થિત છે.

અમદાવાદમાં સૌપ્રથમવાર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એસોસિએશનની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતના 250 થી 300 ડોક્ટરો સામેલ થયા છે. આ તબીબોને દેશભરના રેડીયોલોજીસ્ટ માર્ગદર્શન આપશે. નેશનલ ફેકલ્ટીઝમાં ડો. વિમલ સોમેશ્વર, ડો. સુયશ કુલકર્ણી અને ડો. ઉદય લિમયે જેવાં અવ્વ્લ કક્ષાના ડોક્ટર્સનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં લાઈવ કેસીસ, મેનેક્વિન્સ, સ્ટેન્ટ ડિપ્લોયમેન્ટસ, કાઉન્ટર ફોર બાયોપ્સીસ, આરએફ  અને માઇક્રોવેવ એબ્લેશન જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા..

કોન્ફરન્સના સેક્રેટરીએસ્ટ ડો. રોઝીલ ગાંધી  જણાવે છે કે “ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી(IR) ઝડપથી વિકસી રહ્યું છે. જેમાં સોનોગ્રાફી, સિટી સ્કેન અને કેથ લેબની મદદથી શરીરના દરેક અંગના કોઈપણ પ્રકારના ચીરા વગર સારવાર કરવામાં આવે છે.  હવે IRની મદદથી ગંભીર રોગો જેમ કે જીવલેણ  બ્લીડિંગ,  સિરોસિસ, ગેંગરીન (કાળો પડતો પગ)  સારવાર શક્ય છે.   આમાં, દર્દીને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી.

ઓર્ગેનાઈઝીંગ કમિટીના ડો. મિલન જોલાપરા જણાવે છે  કે “ઓપરેશન વગર હવે IR એ અનેક રોગની સારવારનો ત્રીજો સ્તંભ છે. હવે કેન્સરની ગાંઠોમાં ઓપરેશન વગર IRની મદદ થી સારવાર શક્ય છે. ગર્ભાશય, પ્રોસ્ટેટ, સ્તન અને થાયરોઇડ માં થતી સાદી ગાંઠો પણ ચીરકાપ વગર IR ની મદદથી મટાડી શકાય છે.

ઓર્ગેનાઈઝીંગ કમિટીના  ડો. હિરેન પટેલ જણાવે છે કે “હવે મગજ ના લકવા (સ્ટ્રોક) માં મગજ ની  નસોમાં  ક્લોટ અથવા હેમરેજ થાય તો મગજ ખોલ્યા વગર IRની મદદથી એની સારવાર કરી શકાય છે.

“GUJ- IR 2023” કોન્ફરન્સના પ્રથમ દિવસે એટલે કે 12મી ઓગસ્ટના રોજ લાઈવ કેસીસ પર કામ કરવામાં આવ્યુંહતું, જેમાં, ડો. રોઝીલ ગાંધી, ડો. કેતૂલ પાઠક, ડો. ઉદય પટેલ, ડો. મિલન જોલાપરા વગેરે જૂદા-જૂદા કેસો પર લાઈવ પ્રોસીજર કરી હતી. જયારે 13મી ઓગસ્ટના રોજ વિવિધ વિષયો પર વ્યક્તવ્ય યોજાશે. જેમાં,  પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત ડોક્ટર્સ સ્પીચ આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button