હું મારી બહેનપણી પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું, મારી જાતને રોકવા શું કરવું?
હું મારી બહેનપણી પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું, મારી જાતને રોકવા શું કરવું?
મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી.
જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે ๒.
જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ?હવે
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોજવાબઃ કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ
પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો. તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.