શિક્ષા

કરુણા અને સંવેદના જેવા જીવન-મૂલ્યોનો વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારમાં અમલ 

કરુણા અને સંવેદના જેવા જીવન-મૂલ્યોનો વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારમાં અમલ

માત્ર હોશિયાર જ નહીં, ગરીબ અનાથ, દિવ્યાંગ અને સિંગલ વુમનના સંતાનોને પણ સ્કોલરશીપ આપવા ગણપત યુનિવર્સિટીનો નિર્ઘાર

પોતાના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનો ધરાવતી “હાઈટેક” તરીકે નામના પામેલી ગણપત યુનિવર્સિટીએ હમણાં NAAC રેન્કિંગમાં “A” પણ હાંસલ કરી પોતાની યશ કલગીમાં એક વધુ પીછું ઉમેર્યું છે અને આ સિદ્ધિના કેન્દ્રમાં છે ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેમના માટે ગણપત યુનિવર્સિટીએ અનેકવિધ સ્કોલરશીપ આપવાનો નિર્ધાર કર્યો છે જેથી સમાજના નાનામાં નાના કે સાવ છેવાડાના વંચિત બાળકો પણ શ્રેષ્ઠ શિક્ષણ પામી શકે અને પોતાના જીવનને ઉત્તમ સુખાકારી આપી શકે અને નવા ભારતના નિર્માણમાં પણ પોતાનું મહત્તમ પ્રદાન કરી શકે ! ગણપત યુનિવર્સિટીમાં પોતાની કારકિર્દી અને પોતાનું ચારિત્ર ઘડી રહેલા વિદ્યાર્થીઓ માટે કરુણા અને સંવેદના જેવા મૂલ્યોને આત્મસાત કરવા એ પણ એક મહત્વનું ધ્યેય છે. ગણપત યુનિવર્સિટી આ માટે ખૂબ ધ્યાન અને કાળજી રાખે છે.

અને પોતે પણ વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારમાં પ્રેમ, કરુણા અને સંવેદનાને અને કેન્દ્રમાં રાખે છે. આ વાતની પ્રતીતિ કરાવે છે ગણપત યુનિવર્સિટીની વિવિધ પ્રકારની સ્કોલરશીપ ની યોજનાઓ.

આ શિષ્યવૃત્તિઓમાં ખાસ છે તે એ છે કે માત્ર હોશિયાર જ નહીં ગરીબ, અનાથ, દિવ્યાંગ અને સિંગલ વુમનના સંતાનોને પણ સ્કોલરશી આપવા ગણપત યુનિવર્સિટી એ નિર્ધાર કર્યો છે !

– એ ઉપરાંત પણ અલબત્ત, અર્લીબર્ડ સ્કોલરશીપ, એલ્યુમની સ્કોલરશીપ, એમ્પ્લોયી સ્કોલરશીપ, રિસર્ચ સ્કોલરશીપ ફોર ગોલ્ડમેડાલિસ્ટ, ફર્સ્ટ રેન્ક હોલ્ડર સ્કોલરશીપ, પીએચડી સ્કોલરશીપ, કર્મચારીઓ દ્વારા દર વર્ષે અર્પણ થતો એક દિવસનો પગાર અને એમાં એટલી જ રકમ શ્રી ગણપતદાદા ઉમેરે પછી ભેગી થતી રકમના ફંડમાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ, સ્પોર્ટ્સમાં ઉત્તમ ખેલાડીઓ માટેની સ્કોલરશીપ, કુટુંબમાં કમાતા વ્યક્તિના અવસાન બાદ તેના સંતાનો માટેની સ્કોલરશીપ, યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ દ્વારા આપતા શ્રેષ્ઠ વિદ્યાર્થી માટેના એવોર્ડ દ્વારા સહાય, યુનિવર્સિટીના સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ ( CARS )દ્વારા પણ રિસર્ચ સ્કોલર્સને રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, ટ્રેનિંગ પ્રોગ્રામ, વર્કશોપ એટેન્ડ કરવા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

તો આ વર્ષથી ગણપત યુનિવર્સિટી દ્વારા રજુ થતાં

” લિબરલ સ્ટડીઝ ” નામના નવા અભ્યાસક્રમમાં દાખલ થનાર તમામ 30 વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સો ટકા માફ કરવામાં આવનાર છે !

આ સમગ્ર આયોજનમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ ( દાદા ) અને યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર તેમજ ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્માનું વિઝન તેમજ વિદ્યાર્થીઓ માટેની પ્રેમ અને કરુણાની લાગણી જોડાયેલી છે, એમની સંવેદના જોડાયેલી છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button