Uncategorized

બેંકમાં રૂપિયા 2000 ની નોટ બદલવા આવનાર વ્યક્તિઓ માટે અગત્યની સૂચના….

(1) બેંકમાં રૂપિયા 2000 ની નોટ બદલવાની કામગીરી શરૂ થવાની તારીખ 23.05.2023 છે

(2) રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખ 30.09.2023 છે

(3) 2000 ની નોટ બદલવા આવનાર વ્યક્તિને બેંકના સહી સિક્કા વાળો પેપર ટોકન આપવામાં આવશે અને ટોકન માં લખેલ નંબર અનુસાર નોટ બદલી આપવામાં આવશે.

(4) પેપર ટોકન મેળવી લીધા પછી વ્યક્તિએ લાઇનમાં ઉભા રહેવાની કોઈ જરૂર નથી.

(5) પેપર ટોકન બેંક એ નિર્ધારિત કરેલ સંખ્યા અનુસાર આપવામાં આવશે. પેપર ટોકન નહીં મેળવી શકનાર વ્યક્તિ એ નોટ બદલવા બીજે દીવસે ટોકન મેળવવાનો રહેશે.

(6) પેપર ટોકન નહીં ધરાવનાર વ્યક્તિને નોટ બદલી આપવામાં આવશે નહીં.

(7) જે તે દિવસે આપેલ ટોકન નંબર તે દિવસ પૂરતો જ માન્ય ગણાશે. ટોકન નંબર મેળવનાર વ્યકિત કોઈ કારણસર જો એ દિવસે નોટ ના બદલાવી શક્યો હોય તો બીજે દિવસે એ વ્યક્તિ એ નવો પેપર ટોકન મેળવી લેવાનો રહેશે અને આગલા દિવસે લીધેલો ટોકન નંબર માન્ય ગણાશે નહિ.

(8) નોટ બદલવા આવનાર વ્યક્તિ એ પેપર ટોકન મેળવ્યા બાદ બેંકનું નોટ બદલવા અંગેનું અરજી ફોર્મ લઈને તેમાં નામ, મોબાઈલ નંબર, તેમના ખાતા નંબર, આધાર કાર્ડ ની કોપી તથા બદલવા માટે લાવેલ રૂપિયા 2000 ની તમામ નોટના નંબર ફરજિયાત લખવાના રહેશે.

(9) એક વ્યકિતને રોજના વધુમાં વધુ રૂપિયા 2000 ની 10 નોટ (રૂપિયા 20000 સુધી) બદલી આપવામાં આવશે.

(10) રૂપિયા 2000 ની 10 થી વધુ નોટો ધારણ કરનાર વ્યક્તિ એ રોજની 10 નોટ લેખે નોટ બદલાવા ની રહેશે.

(11) રૂપિયા 2000 ની નોટ બંદી નો નિર્ણય બેન્કે નહીં પણ સરકારશ્રી એ લીધેલો નિર્ણય છે માટે આ અંગે બેંકના સ્ટાફ સાથે કોઈપણ જાતની દલીલ કે વાદવિવાદ કરવો નહિ.

(12) બેંકના સ્ટાફ સાથે અસભ્ય વર્તન કરનાર, બેંક પરિસરમાં અશાંતિ ઉભી કરનાર વ્યક્તિને બેંકના સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ પોલીસને સોંપી દેવામાં આવશે.

(13) યાદ રાખો કે સરકારી કામમાં અડચણ ઊભી કરનાર વ્યકિત ને સરકારશ્રીના વર્તમાન કાયદા અનુસાર 3 મહિના થી લઇને 6 મહિના સુધીની જેલ થઈ શકે છે.

23May 23 to 30 Sep 23

131 Days
From
9 Bank Holiday
18 Sunday
4 Festival
31day Total.

you get only 100 Day

100Day × 20000/- Rs

Total 20 lacs Rs one person

Again Master Stroke
By our PM.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button