આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય?

આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય?
આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ.
માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા હિટ અને રનના કેસો અવારનવાર બને છે
અમદાવાદના હાઈ વે પર એક નબીરા દ્વારા બેફામ કાર ચલાવી ૧૦ વયક્તિઓને કચડી કાડવામાં આવ્યા છે મુત્યુ પામનારમાં મોટાભાગના નવયુવાનો અને વિદ્યાર્થીઓ છે.બે પોલીસ જવાનો પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે
આ અકસ્માત માટે જવાબદાર કોણ?
ગાડી ચલાવનાર. કે ગાડી ચલાવનાર?
વધુ આઘાતજનક વાત એ છે કે આવા અકસ્માતના મોટાભાગના બનાવોમાં પીડિત અને આરોપીઓ બારોબાર સમાધાન કરી લેતા હોય છે એને કારણે પોલીસ ચોપડે આવા અકસ્માતનો દર ખુબ જ ઓછો નોંધાય છે.બાકી રોડ અકસ્માતમા આપણે ભારતીયો પહેલા નંબરે છીએ.
૧૦ વરસ પહેલાના વિસમય કેસ આજે ૧૦ વરસે પણ ચાલુ છે કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી.
આપણે ત્યાં શ્રીમંતના લાડકા સઁતાનો મોંઘા બાઈક કે મોંઘી કાર લઇ પોતાની જરા મજા આનંદ માટે અકસ્માત કરી બેસે છે અરે કેટલીક વાર તો પોતે પણ આનો ભોગ બને છે.
માતાપિતા પહેલા ૩૦ કે ૪૦ લાખની. ગાડી અપાવે છે પછી નબીરાઓ અકસ્માત કરી બેસે તો ૫ કે ૭ લાખ ખર્ચી સઁતાનને બચાવી લે છે
આપણે ત્યાં અકસ્માત રોકવા શું કરી શકાય?.
પહેલા તો સામાજિક અને બીજું કાયદા કાનૂનનો ડર
અકસ્માતનો ભોગ બનનારાના સ્વજનો સ્વજન ગુમાવવાનું દુઃખ આજીવન ભોગવતાં હોય છે
સરકારે આ વિષય પર ગંભીર ચિંતન કરવું જોઈએ આવા નબીરાઓ વિરુદ્ધ પણ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આરોપીને આજીવન લાયસન્સ ના મળે તેમ કરવું જોઈએ કડકમા કડક સજા થાય એવા પગલાં ભરવા જોઈએ
તમારી પાસે રૂપિયા હોય તમે તમારા સઁતાનોને પ્રેમ કરો બરાબર છે તમારી માલમિલ્કત તમારા સઁતાનની છે એ પણ બરાબર પણ તમે મોંઘુ વાહન આપી બીજા લોકોની જીંદગી સાથે રમત કરે જાનથી મારી નાંખે એ કઇ બરાબર ના કહેવાય પાછા તમારા સઁતાનો કઇ ભૂલ કરે અને તમે રૂપિયાના જોર પણ એને બચાવી લો એ મોટી ભુલ. કહેવાય
શરાબ પીને ગાડી ચલાવી ના જોઈએ ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ હાઈવે પર સ્પીડ લિમિટ કરતા ઓછી ઝડપે વાહન ચલાવવા. જોઇએ અકસ્માતના કેસોમા જમીન જલ્દી ના મળે એવી જોગવાઈ થવી જોઈએ સજા કડક થવી જોઈએ લાયન્સ આજીવન કેન્સલ થવું જોઈએ.