વ્યાપાર

લેન્ક્સેસ સમગ્ર 2024ના વર્ષમાં 10થી 20 ટકાની આવક વૃદ્ધિની આશા રાખે છે

લેન્ક્સેસ સમગ્ર 2024ના વર્ષમાં 10થી 20 ટકાની આવક વૃદ્ધિની આશા રાખે છે

વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં હાંસલ કરાયેલ 1.6 અબજ યૂરોનું વેચાણ પાછલા વર્ષના સમાન ક્વાર્ટર સામે 15.4 ટકા નીચુ હતુ
અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ પ્રથમ ક્વાર્ટરમાં 101 મિલીયન યૂરો થઇ છે જે પાછલા વર્ષે 189 મિલીયન યૂરોના સ્તરે હતી
2023ના ચતુર્થ ક્વાર્ટરની તુલનામાં વેચાણ અને કમાણીમાં અંશતઃ વધારાતરફી પ્રવાહ
2024ના સમગ્ર વર્ષનું ગાઇડન્સઃ અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ વાર્ષિક ધોરણે 10થી 20 ટકતા વધવાની શક્યતા છે (2023: 512 મિલીયન યૂરો)

મુંબઇ, 10 મે, 2024 – સ્પેસિયાલિટી કેમિકલ્સ કંપની લેન્ક્સેસ કેમિકલ ઉદ્યોગમાં નબળા વૈશ્વિક આર્થિક પર્યાવરણની પ્રથમ ક્વાર્ટરના પરિણામો પર માઠી અસર થવા છતા પણ ચાલુ નાણાંકીય વર્ષે 10થી 20 ટકાની વચ્ચે કમાણી વધે તેવી આશા રાખે છે.
પ્રથમ ક્વાર્ટરમાં વેચાણમાં પાછલા વર્ષના સમાન ગાળાની તુલનામાં 1.899 અબજ યૂરોની તુલનામાં 15.4 ટકાનો ઘટાડો થતા 1.607 અબજ યૂરો પર પહોંચ્યુ હતું. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 101 મિલીયન યૂરો હતી અને તેથી પાછલા વર્ષના 189 મિલીયન યૂરોના આંક કરતા 46.6 ટકા નીચે રહી હતી. કમાણીમાં થયેલા ઘટાડા પાછળનું મુખ્ય કારણ ઓછી વેચાણ કિંમત અને અસંખ્ય ગ્રાહક ઉદ્યોગોમાં સતત નરમ માંગ રહી હતી.
આમ છતાં, 2023ના ચતુર્થ ક્વાર્ટરની તુલનામાં અંશતઃ વધારાતરફી પ્રવાહના સંકેતો જોવા મળ્યા છે – જે મુખ્યત્વે વેચાયેલા વોલ્યુમ્સમાં થયેલા વધારાને આભારી છે. પાછલા વર્ષની તુલનામાં, વેચાણ 11.9 ટકા વધીને 1.436 અબજ યૂરોથી વધીને 1.607 અબજ યૂરો થયું હતુ, જ્યારે અપવાદ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 4.1 ટકા વધીને 101 મિલીયન યૂરો થઇ છે જે 2023ના ચતુર્થ ક્વાર્ટરમાં 97 મિલીયન યૂરોના સ્તરે હતી. એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ્સ (+54%) અને સ્પેસિયાલિટી એડીટીવ્સ (+17%) સેગમેન્ટ્સે ખાસ કરીને અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી..
“એવુ લાગે છે કે અમે કેમિકલ ઉદ્યોગમાં આર્થિક તળીયાને સ્પર્શ્યા છીએ. તેની સાથે, અમારી FORWARD! એકશન યોજનાઓ પ્રારંભિક માળખાગત બચતમાં સકારાત્મક અસર ધરાવે છે” એમ લેન્ક્સેસ એજીના મેથીયાસ ઝેચર્ટએ જણાવતા ઉમેર્યુ હતુ કે “બીજા ક્વાર્ટરમાં સકારાત્મક પ્રવાહ રહે તેવી અમને આશા છે અને આખા વર્ષમા 2023ની તુલનામાં વધુ સારા પરિણામો હાંસલ કરીશું. આમ છતાં હાલના તબક્કે બધુ જ બરોબર છે તે કહેવું ઘણુ વહેલુ ગણાશે. વૈશ્વિક માંગ હજુ સામાન્ય સ્તરે પરત ફરી નથી અને તેથી 2024 કેમિકલ ુદ્યોગ માટે તણાવભર્યુ વર્ષ ચોક્કસપણે બની રહેશે.”
આર્થિક પર્યાવરણે અનેક અનિશ્ચિતતાઓને આભારી હોવા છતાં, લેન્ક્સે વર્ષના બાકીના તબક્કામાં માંગ અંશતઃ વધારાતરફી વલણ દર્શાવે તેવી ધારણા સેવે છે. ગ્રુપ પોતાના FRWARD! એકશન યોજનામાં માળખાગાત માપદંડોના પરિણામોને વધુમાં ઊંચી ક્ષમતા ઉપયોગિતા અને સુધારેલ કોસ્ટ બેઝ રહેશે તેવી આશા સેવે છે. 2024ના સમગ્ર વર્ષ માટે ગ્રુપ તેથી અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએમાં પાછલા વર્ષના 512 મિલીયન યૂરોના આંક સામે 10થી 20 ટકાનો વધારો થશે તેમ માને છે. 2024ના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં અપવાદ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએમાં વધારો થશે લેન્ક્સેસને ધારણા છે અને સાધારણ સિઝનલ પેટર્નને કારણે ચતુર્થ ક્વાર્ટરમાં સારો વિકાસ થશે.
સેગમેન્ટ્સમાં બિઝનેસ પ્રગતિ
કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટએ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં 509 મિલીયન યૂરોનું વેચાણ પેદા કર્યુ હતું, જે પાછલા વર્ષના સમાન ગાળાની તુલનામાં 21.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 49 મિલીયન યૂરો સુધી પહોંચી હતી અને પાછલા વર્ષના સમાન ગાળાના 94 મિલીયન યૂરો કરતા 47.9 ટકા ઘટી હતી. તેનું મુખ્ય કારણ એગ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ગ્રાહકો દ્વારા તીવ્ર ડીસ્ટોકીંગ અને ઓછી ક્ષમતા ઉપયોગિતાને કારણે પરિણમેલા નીચા વોલ્યુમો છે. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષના 14.5 ટકાની સામે 9.6 ટકા રહ્યો હતો.
2024ના પ્રથમ ક્વાર્ટરમાં સ્પેસિયાલિટી એડીટીવ્સ સેગમેન્ટે 566 મિલીયન યૂરોનું વિક્રમી વેચાણ હાંસલ કર્યુ હતું, જે 2023માં 664 મિલીયન યૂરોના વેચાણ સાથે પ્રથમ ક્વાર્ટર કરતા 14.8 ટકા નીચુ રહ્યુ હતું. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 51.0 ટકાનો ઘટાડો થઇને 48 મિલીયન યૂરો થઇ હતી જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 98 મિલીયન યૂરોના સ્તરે હતી. નબળી માંગને કારણે નીચી વેચાણ કિંમત અને નીચા વોલ્યુમ્સની કમાણી અને માર્જિન પર નકારાત્મક અસર પડી હતી. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન 8.5 ટકા રહ્યો હતો, જે પાછલા વર્ષે 14.8 ટકાના સ્તરે હતો.
એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ્સ સેગમેન્ટે 2024ના પ્રથમ ક્વાર્ટરમાં 465 મિલીયન યૂરોનું વેચાણ મેળવ્યુ હતું. પાછલા વર્ષના સમાન ક્વાર્ટરના 516 મિલીયન યૂરો સામે વેચાણમાં 9.9 ટકાનો ઘટાડો થયો હતો. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆિટીડીએ 37 મિલીયન યૂરો થઇ હતી જે પાછલા વર્ષના આંક 44 મિલીયન યૂરો સામે 15.9 ટકા નીચી હતી. કાચા માલ અને ઉર્જાની નીચી ખરીદ કિંમત નીચી વેચાણ કિંમતમાં પરિણમી હતી. આમ છતા સેગમેન્ટના વોલ્યુમ્સમાં સકારાત્કમ રીતે પ્રગતિ થઇ હતી. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન 8.0 ટકા હતો અને તેથી તેથી પાછલા વ્ષના 8.5 ટકાના માર્જિન સામે અંશતઃ નીચો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button