એન્ટરટેઇનમેન્ટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – ૧૭મી એ આવશે સુનામી

અમદાવાદ  : હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે અગત્યની ઘોષણા કરીછે કે 17મી મે એ સમંદર સુનામી લાવશે. સમંદરનું વધુ એક મોજું મધદરિયે તાંડવ મચાવશે. દરિયાદેવના ઊંચા મોજા ઉછળશે અને દરિયો ભારે કોપાયમાન થશે. ગુજરાતના દરિયા કાંઠે સુનામી અગાઉ પણ આવી છે પણ કાંતો તે દરિયામાં સમાઈ ગઈ છે અથવા તો દિશા બદલી નાખી છે. પણ ચિંતા ના કરો….ગુજરાત પર કોઈ સંકટ નથી. આ વાત કોઈ તબાહીના તાંડવની નથી, જનજનના શ્વાસ અઘ્ધર કરવાની પણ આ વાત નથી. આ વાત છે સાહસિક કદમની. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યાયની. અરે આતો વાત છે 17મી મે એ આવનાર ફિલ્મ “સમંદર”ની જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યાખ્યા જ બદલી નાખશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે “સમંદર”ફિલ્મની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે. વટ, અચન અને વેરની કહાની દર્શાવતી સમંદર ફિલ્મ અંગે  તેમણે જણાવ્યું હતું કે, “સમુદ્રના ઘુઘવાતા નીર વચ્ચે આ ચલચિત્ર આવી રહ્યું છે તે દર્શકો માટે ચોક્કસપણે પ્રેરણાસ્ત્રોત બનશે. આ ફિલ્મ સુનામીનું દ્રશ્યમાન ચિત્ર છે. જેને દર્શકો ભરપૂર પ્રેમ આપશે.”

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર  કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. ટીઝર  અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે.  આ ફિલ્મ 17મી મે, 2024ના રોજ રિલીઝ થઇ રહી છે.

2 મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની  દર્શાવે છે ફિલ્મ સમંદર. આ 2 મિત્રો એટલે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ  મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેર.

“સમંદર” ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મનો વિષય કાંઈક અલગ છે કે જેની ગુજરાતી ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ ડિમાન્ડ હતી. ગુજરાતના ગૅન્ગસ્ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નીલ મહેતા દ્વારા લખવામાં આવી છે. મયુર  ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજ઼રે પડશે.

જાણીતા ગાયકો નકાશ અઝીઝ અને આદિત્ય ગઢવીના અવાજમાં  સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મનું પ્રથમ સોન્ગ “માર હલેસા” પણ રિલીઝ થઈ ચૂક્યું છે જેણે આ ફિલ્મ જોવા દર્શકોને વધુ આતુર કર્યા છે.  અન્ય એક સોન્ગ જે પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે ગાયું છે- “તું મારો દરિયો રે” તે મેં મિત્રોની દોસ્તી પર પ્રકાશ પાડે છે. મુળભૂત રીતે ફિલ્મમાં સમંદરની વાત છે, મિત્રતાની વાત છે, દરિયો અને દરિયા કિનારાની વાત છે. ક્રાઇમ અને પોલિટીક્સ તથા માછીમારો પણ  ફિલ્મમાં જોવા મળશે. ટૂંકમાં કહીએ તો ફિલ્મમાં વટ, વચન અને વેરની વાત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button