વ્યાપાર

એમસીએક્સ દ્વારા બજેટના દિવસે 1લી ફેબ્રુઆરીના રોજ લાઈવ ટ્રેડિંગ સત્રનું કરાયું આયોજનઃ કામકાજ રહેશે શરૂ

એમસીએક્સ દ્વારા બજેટના દિવસે 1લી ફેબ્રુઆરીના રોજ લાઈવ ટ્રેડિંગ સત્રનું કરાયું આયોજનઃ કામકાજ રહેશે શરૂ

સોનાના વાયદાના ભાવમાં રૂ.672 અને ચાંદીના વાયદામાં રૂ.939નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.6નો મામૂલી સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ.250 તેજઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10,822 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41,339 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7,564 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52164.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10822.6 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41339.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19540 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.884.01 કરોડનું થયું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એમસીએક્સ દ્વારા શનિવાર, 1લી ફેબ્રુઆરી, 2025ના રોજ એક વિશેષ લાઈવ ટ્રેડિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કેન્દ્રીય બજેટ રજૂ થવાના દિવસે બજારના સહભાગીઓને તેમના રિયલ-ટાઈમ જોખમ સંચાલન અને હેજિંગની જરૂરિયાતો પૂરી કરવા માટે સુવિધા પૂરી પાડવા માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી શકાય. આ માટે એક્ચેન્જ સવારે 9 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી નોર્મલ ટ્રેડ માટે ખુલ્લું રહેશે.

ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7564.51 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.80566ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.81088 અને નીચામાં રૂ.80414ના મથાળે અથડાઈ, રૂ.80280ના આગલા બંધ સામે રૂ.672ના ઉછાળા સાથે રૂ.80952ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.461 ઊછળી રૂ.64986ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.8024ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.622ની તેજી સાથે રૂ.80932ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.92241ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93068 અને નીચામાં રૂ.92201ના સ્તરને સ્પર્શી, રૂ.91866ના આગલા બંધ સામે રૂ.939ના ઉછાળા સાથે રૂ.92805ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.862ની તેજી સાથે રૂ.92684ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.896ની વૃદ્ધિ સાથે રૂ.92705ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.930.80 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.7.2 વધી રૂ.827.75ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો 5 પૈસા ઘટી રૂ.262.1ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.95 વધી રૂ.259.3ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.35 વધી રૂ.177.8ના ભાવે બોલાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button