અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.એ નાણા વર્ષ-25ના નવ માસના પરિણામો જાહેર કર્યા
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.એ નાણા વર્ષ-25ના નવ માસના પરિણામો જાહેર કર્યા
એકીકૃત એબીડ્ટા 29% વધી રૂ.12,377 કરોડ:એકીકૃત કર પહેલાનો નફો (પીબીટી) 21% વધી રૂ.5,220 કરોડ: ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોનો એબીડ્ટા 77% વધી રૂ.7,674 કરોડ
અમદાવાદ, જાન્યુઆરી 30, 2025: અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિના દરમિયાનના પરિણામો આજે જાહેર કર્યા હતા
કંપનીના નવ મહિનાના પરિણામો તેના ઇનક્યુબેટીંગ વ્યવસાયોની શક્તિ અને સુસંગતતાને પ્રસ્તુત કરે છે, જેણે ઉત્તરોત્તર ક્વાર્ટર દરમિયાન મજબૂત કામગીરી અને નાણાકીય પ્રદર્શન દર્શાવ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ (ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ) અને અદાણી એરપોર્ટ્સના નેતૃત્વ હેઠળ ઉભરી રહેલા મુખ્ય માળખાકીય વ્યવસાયોમાં મજબૂત વૃદ્ધિ તેના સંબંધિત ક્ષેત્રોની તકોના પ્રમાણને પ્રતિબિંબિત કરે છે. 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા નવ મહિના દરમિયાન, કંપનીએ તેના ઇનક્યુબેટિંગ વ્યવસાયોમાંથી 62%ના યોગદાન સાથે એકીકૃત નવ મહિનાનો સૌથી વધુ રૂ.12,377 કરોડ એબિડ્ટા નોંધાવ્યો છે. આવક 6% વધીને રૂ.72,763 કરોડ થઇ છે.
વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૫ના નવ માસમાં અનિલ ઇકોસિસ્ટમ અને એરપોર્ટ દ્વારા કામકાજના સતત મજબૂત પ્રદર્શનના કારણે એબિડ્ટા 29% વધી રુ 12,377 કરોડ અને કર પહેલાનો નફો 21% વધીને રૂ.5,220 કરોડ થયો છે.
અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ કહ્યું હતું કે નવ મહિનાની આ ઉત્સાહવર્ધક કામગીરી અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પરિવર્તનશીલ માળખાગત અને ઉર્જા સંક્રમણ ક્ષેત્રોને પોષવા માટેની એક પાવરહાઉસ તરીકેની સ્થિતિને અન્ડરસ્કોર કરે છે. ઉર્જા સંક્રમણથી લઈ લોજિસ્ટિક્સ અને સંલગ્નતા સુધીના અમારા ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોમાં મજબૂત વૃદ્ધિ,અમારા વધતા મુખ્ય પોર્ટફોલિયોની પુષ્કળ સંભાવનાને પ્રકાશિત કરે છે.આ પરિણામો અમલીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની અમારી પ્રચંડ ઇચ્છાશક્તિની વસિયત છે. દરેક સીમાચિહ્નો સાથે, ભારતની પ્રગતિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ફાળો આપતી વખતે AEL તેના હિસ્સેદારો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જન કરવા માટેની તેની પ્રતિબદ્ધતાને પુન:ઉજાગર કરે છે.
આ સમય ગાળા દરમિયાન નવી મુંબઇ એરપોર્ટે પ્રથમ વ્યાપારી ફ્લાઇટનું સફળતાપૂર્વક માન્યતા પરીક્ષણ કરવા સાથે એરપોર્ટ શરું થવા માટે એક પગલું નજીક સરક્યું છે.
9.6 મેગાવોટની ક્ષમતાવાળા હૈદરાબાદ ડેટા સેન્ટરનો પ્રથમ તબક્કો સંપૂર્ણ રીતે કાર્યરત થયો છે. અનિલના પવન ઉર્જા વ્યવસાય પાસે વર્તમાન ક્વાર્ટરમાં 3.3 મેગાવોટ ડબ્લ્યુટીજી મોડેલની સૂચિ સાથે આરએલએમએમમાં સૂચિબદ્ધ ચાર મોડેલો છે. 2024 દરમિયાન AELએ S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (CSA) અપવાદરૂપ પ્રદર્શન દર્શાવ્યું છે અને ESG પ્રદર્શનમાં ૧૮૦ મુખ્ય સેકટરમાંથી વૈશ્વિક ટોચની પાંચ કંપનીમાં બિરાજી છે.
……