મનપા ના કતારગામ ઝોન દ્વારા સોમવારે ટીપી રસ્તાના કબ્જા પર આવતી સ્વામિનારાયણ દિવાલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરત: વેડ વરીયાવ તાપી નદી પર ના બ્રિજ ની સાઈડ પર 36 મીટર ના ટીપી રસ્તાના કબ્જા ને લઈ મનપા ના કતારગામ ઝોન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
બ્રિજના પૂર્વ ના છેડે ટીપી સ્કીમ ફાઇનલ થઇ જતાં ત્રણ મીટર જેટલી જગ્યાનો કબ્જો મેળવવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી.
મનપા ના કતારગામ ઝોન દ્વારા ગત શનિવાર ના રોજ બ્રિજના છેડે થી શરૂ કરવામાં આવેલી કામગીરી આજે સોમવારે સ્વામિનારાયણ ગુરુકુળ સુધી પહોંચી..
સ્વામીનારાયણ ગુરુકુળ ના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્ત કે અધિકારીઓ ની હાજરી વગર સ્વૈચ્છિક રીતે દિવાલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વેડ સ્વામિનારાયણ ગુરુકુળ ના સત્તાધીશોએ ખાનગી જેસીબી મશીન તેમજ તેમના માણસો બોલાવી દિવાલ હટાવી લાઈન દોરી માં આવતી ત્રણ મીટર જેટલી જગ્યાનો કબ્જો મનપા ને સોંપવાની કવાયત હાથ ધરી છે.