ગુજરાત
સ્થળાંતરિત થયેલા લોકોની મુલાકાત લેતા મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
બિપરજોય વાવાઝોડાના સંભવિત પ્રભાવને ધ્યાનમાં રાખીને કચ્છના છેવાડાના લખપત તાલુકાના નરનારાયણ ખાતે સ્થાનિક રહીશો અને દરિયા તટીય વિસ્તારોમાંથી સ્થળાંતરિત થયેલા લોકોની મુલાકાત લઈ, વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેની વાવાઝોડાની આ સંવેદનશીલ પરિસ્થિતિમાં તકેદારી રાખવા અપીલ કરી.
આ વેળાએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ આયોજન તેમજ આશ્રય સ્થાનોમાં રહેવા જમવા તથા શૌચાલય સહિતની તમામ સુવિધાઓ અંગે તાગ મેળવ્યો.
તંત્ર અને સરકાર તેમની અન્ય જરૂરી સુવિધાઓ અને સલામતી અર્થે સજગ છે, તેની બાંહેધરી આપી.