મોટોરોલા (Motorola) એ તેનો નવો ફોન રેઝર (razr) 50 લોન્ચ કર્યો
• આ ઉપકરણ 400,000 ફોલ્ડ્સ સાથે પ્રમાણિત પણ છે અને તેમાં પાણીની અંદર સુરક્ષા માટે IPX8 ની વિશેષતા સામેલ છે.
10 સપ્ટેમ્બર 2024: મોબાઈલ ટેક્નોલોજી અને ઈનોવેશનમાં વૈશ્વિક અગ્રણી બ્રાન્ડ, મોટોરોલાએ આજે ફરી એકવાર ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં નવીનતમ ફોન રજૂ કર્યો છે, જે તેનો અત્યંત અપેક્ષિત સ્માર્ટફોન રેઝર ફ્રેન્ચાઈઝી, મોટોરોલા રેઝર 50 લોન્ચ કરવામાં આવ્યો છે. રેઝર ફ્રેન્ચાઇઝી સ્માર્ટફોન ટેક્નોલોજીને અગ્રણી બનાવવા માટે મોટોરોલાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેમાં ગૂગલ જેમિની એક્સેસ સાથે સેગમેન્ટનું સૌથી મોટું 3.6” બાહ્ય ડિસ્પ્લે છે. OIS અને ઇન્સ્ટન્ટ ઓલ પિક્સેલ ફોકસ સાથે મોટો ai સંચાલિત પ્રભાવશાળી 50MP કેમેરા સિસ્ટમ પણ છે, રેઝર 50 માત્ર વિશિષ્ટ તહેવારોની મર્યાદિત અવધિમાં રૂ. 49,999* ની પ્રારંભિક કિંમતમાં અદ્યતન ટેકનોલોજી ઓફર કરે છે જેની આ તહેવારોની સિઝનમાં ખરીદી કરવી વિશેષતા બની જશે.
આ ફોનના પુરોગામી, રેઝર 50 અલ્ટ્રાની જેમ, મોટોરોલા રેઝર 50 આ સેગમેન્ટના સૌથી મોટા અને સૌથી અદ્યતન બાહ્ય ડિસ્પ્લે સાથે ફોલ્ડેબલ ટેકનોલોજીને ઉચ્ચ ઊંચાઈ પર લઈ જાય છે. કોરોનિંગ® ગોરીલા® ગ્લાસ વિકટસ સાથે સુરક્ષિત 3.6″ નું વિશાળ પોલેડ બાહ્ય ડિસ્પ્લે, અને તેના 90Hz ડાયનેમિક રિફ્રેશ રેટ અને 1700 nits ની ઉચ્ચ બ્રાઈટનેસ સાથે આ ફોન અદભૂત દ્રશ્ય અનુભવ પ્રદાન કરે છે. તેમાં 1056 x 1066 પિક્સેલ્સનું ઉચ્ચ-રિઝોલ્યુશન છે, અને બ્રેથિંગ ક્લેરીટી આપે છે. 10-બીટ ડેફ્થ, 100% DCI-P3 કવરેજ, અને આંખની સુરક્ષા માટે SGS સાથે HDR10 પ્રમાણપત્ર સાથે તેના વાઇબ્રન્ટ રંગો દરેક રંગની સચોટતા અને તેજને પ્રકાશિત કરે છે, જે તેનો ઉપયોગ કરતાં વિશાળ શ્રેણીના વપરાશકર્તાઓ માટે આદર્શ છે. તે તેની પાછલી શ્રેણી કરતા 2.4X મોટું ડિસ્પ્લે આપે છે જેના દ્વારા વપરાશકર્તાઓ વધુ ઇમર્સિવ અનુભવનો આનંદ માણી શકે છે, અને એપ્લિકેશનને સરળતાથી નેવિગેટ કરી શકે છે, સંદેશાઓનો જવાબ આપી શકે છે અને ફોનને ખોલ્યા વિના Google મેપ્સ અથવા ગેમ્સને ઍક્સેસ કરી શકે છે ઑલવેઝ-ઑન ડિસ્પ્લે (AOD) કસ્ટમાઇઝ કરી શકાય તેવી થીમ્સ અને સ્લીપ ડિસ્પ્લે જેવા વધારાના ડિસ્પ્લે સાથે વૈયક્તિકરણનું સ્તર ઉમેરે છે. જેમ કે વોલ્યુમ કી સાથે ઝૂમિંગ, પાવર કી પર લાંબા સમય સુધી દબાવીને ગૂગલ જેમિનીની ઝડપી ઍક્સેસ અને સતત નેવિગેશન માટે “સી એવરી પેનલ્સ” ઓવરવ્યુ સ્ક્રીન જેવી વિશેષતાઓ પણ છે.
રેઝર 50 સાથે, યુઝર્સ એક્સટર્નલ ડિસ્પ્લેથી સીધા ગૂગલ જેમીની એપને સરળતાથી એક્સેસ કરી શકે છે. જેમિની સર્જનાત્મકતા અને ઉત્પાદકતાને સુપરચાર્જ કરવા માટે વ્યક્તિગત રીતે AI સહાયક એપ છે. તમારે પ્રોજેક્ટ માટે વિગતવાર સૂચનાઓ, ટ્રિપ્સનું આયોજન કરવામાં મદદ કરવા અથવા ઇમેઇલ્સ અને આભાર-નોંધનો મુસદ્દો તૈયાર કરવાની જરૂર હોય, તો જેમિની તે તૈયાર કરવામાં મદદ કરી શકે છે. આ કાર્યો ઉપરાંત, તે રોજિંદા જીવનમાં સર્જનાત્મકતા લાવવા માટે વિચારોનું મંથન કરવા માટે પણ સહાયતા પ્રદાન કરે છે અને નકશા, YouTube, ફ્લાઇટ્સ, Gmail અને ડ્રાઇવ જેવી ગૂગલ સેવાઓમાંથી માહિતીની નિરંતર ઍક્સેસ પ્રદાન કરે છે. તમારી સાથે હંમેશા ઉપલબ્ધ, જેમિની, તમારી પાસે તમારી આંગળીના વેઢે જ તમને જરૂરી સમર્થન મળી રહે તે સુનિશ્ચિત કરે છે.
નવા રેઝર ઉપકરણમાં બાહ્ય પ્રદર્શન અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે, મોટોરોલાએ ગૂગલ ફોટોમાં એક્સેસ ઉમેર્યું છે. આ વપરાશકર્તાઓને તેમના ફોનની ફ્લિપ ખોલ્યા વિના સ્થાનિક રીતે અથવા ક્લાઉડમાં સંગ્રહિત ફોટા અથવા વિડિઓઝ જોવા, તેને ડિલીટ કરવા, લાઈક કરવા અથવા તેને શેર કરવાની સુવિધા આપે છે, જેનાથી તમારી યાદોને ઍક્સેસ કરવામાં અને ઝડપથી ફોટા શોધવાનું સરળ બને છે. જ્યારે આ ફોટાને સંપાદિત કરવાનો સમય હોય, ત્યારે વપરાશકર્તાઓ નવા રેઝરને ખોલી શકે છે અને AI મેજિક એડિટર, AI મેજિક ઇરેઝર, AI ફોટો અનબ્લર અને વધુ એપ સહિત ગૂગલ ફોટોમાં નવીનતમ AI-સંચાલિત સંપાદન ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, ફોટોમોજી તેમના મનપસંદ ફોટાને વ્યક્તિગત ઇમોજીસ અને સ્ટીકરોમાં રૂપાંતરિત કરે છે, સંદેશાઓમાં વિઝ્યુઅલ ફ્લેર આપે છે. અને AI મેજિક કમ્પોઝ સાથે, વપરાશકર્તાઓ સુંદર, ચિલ, ફોર્મલ અને શોર્ટ જેવી વિવિધ શૈલીઓમાં ટેક્સ્ટિંગ પ્રતિસાદો પ્રાપ્ત કરી શકે છે, જે તેમને તેમના સંદેશાઓને સર્જનાત્મક બનાવવા માટે સુવિધા આપે છે.
મોટોરોલા રેઝર 50 સર્જનાત્મકતા, કેપ્ચર અને રોજિંદા જીવનમાં વ્વધુ સહાયતા આપવા માટે અદ્યતન મોટો AI ક્ષમતાઓથી સજ્જ છે. મોટો AI એ AI મેજિક કેનવાસ જેવી સુવિધાઓ સાથે તમારી કલ્પનાને જીવંત સ્વરૂપ આપે છે, જે તમને ટેક્સ્ટ પ્રોમ્પ્ટ્સ અને AI જનરેટિવ થીમિંગ દ્વારા અદભૂત ઇમેજ બનાવવાની સુવિધા આપે છે, જે તમારી શૈલીને તમારા ફોનના વૉલપેપર સાથે સમન્વયિત કરે છે. જ્યારે કોઈ અગત્યની ક્ષણોને કેપ્ચર કરવાની વાત આવે છે, ત્યારે AI ફોટો એન્હાન્સમેન્ટ એન્જિન ઓછા-પ્રકાશમાં પણ ડાયનેમિક રેન્જ અને ફાઇન-ટ્યુનિંગ સાથે ડિટેલ વિગતોને ઑપ્ટિમાઇઝ કરીને ઉચ્ચ ગુણવત્તાની ઇમેજ આપે છે. AI એડેપ્ટિવ સ્ટેબિલાઇઝેશન અને ઇન્ટેલિજન્ટ ઓટો ફોકસ ટ્રેકિંગ દ્વારા વીડિયો અને ફોટાને સ્થિર અને કેન્દ્રિત રાખી શકાય છે. સ્માર્ટ કલર સેગ્મેન્ટેશન તમને વધુ સમૃદ્ધ રંગો સાથે આકાશ, ત્વચા અને ઘાસ જેવી વસ્તુઓ સાથે વ્યક્તિગત રીતે ટ્યુન કરીને ફોટો એન્હાન્સમેન્ટને અદ્યતન બનાવે છે. તમારી સહાયતા માટે, મોટો AI સરળ દસ્તાવેજ સ્કેનિંગ અને શેરિંગ માટે એડોબ ડૉક્યુમેન્ટ સ્કેન (Adobe Doc Scan), ઑપ્ટિમાઇઝ પર્ફોર્મન્સ માટે RAM બુસ્ટ 3.0, બેટરી ઑપ્ટિમાઇઝેશન અને ઑટો બ્લર સાથે સ્ક્રીનશૉટ્સ જેવી સુવિધાઓ ઑફર કરે છે જેથી તમે કોઈપણ સંવેદનશીલ કન્ટેન્ટને તમે ઑટોમૅટિક રીતે બ્લર કરીને તમારી ગોપનીયતાને સુરક્ષિત કરી શકો છો.
મોટો ai દ્વારા મોટોરોલા રેઝર 50 ફોનની અવિશ્વસનીય કેમેરા સિસ્ટમ તમારી દરેક અવિસ્મરણીય ક્ષણને અવિશ્વસનીય સ્પષ્ટતા સાથે અને ચોકસાઈ સાથે કેપ્ચર કરે છે. 50MP હાઇ-રીઝોલ કેમેરા ઉત્કૃષ્ટ કામગીરી સાથે ઓછા-પ્રકાશમાં પણ સારી કામગીરી કરે છે કારણ કે તેમાં 32x ફોકસિંગ પિક્સેલ સાથે ઇન્સ્ટન્ટ ઓલ-પિક્સેલ ફોકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઝડપી, વધુ સચોટ પ્રદર્શન મેળવવા માટે લાઇટિંગની સ્થિતિ સાથે સમન્વય કરે છે. કેમેરાની ક્વાડ પિક્સેલ ટેક્નોલોજી ઓછા-પ્રકાશમાં પણ સારા શૉટ્સ લે છે, અને શ્રેષ્ઠ બ્રાઇટનેસ અને ઓછા અવાજ સાથે 12.6MP ફોટા ક્લિક કરે છે, ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) ક્રિસ્ટલ-ક્લિયર ઇમેજ માટેના શેક્સને દૂર કરે છે. બાહ્ય ડિસ્પ્લે પરનો સેકન્ડરી કેમેરો 13MP અલ્ટ્રાવાઇડ + મેક્રો વિઝન સેન્સર સાથે આવે છે જે 120º અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથે દરેક વિગતોને કેપ્ચર કરે છે. તે સ્ટાન્ડર્ડ લેન્સની સરખામણીમાં ફ્રેમમાં લગભગ 4x વધુ ફીટ થઈ શકે છે અને મેક્રો વિઝન દરેક નાની વિગતોને કેપ્ચર કરીને, પ્રમાણભૂત લેન્સ કરતાં વપરાશકર્તાઓને તેમના ઓબ્જેક્ટની 4x જેટલું નજીક લઈ જઈ શકે છે. આ ફોનમાં સેલ્ફી માટે, 32MP ફ્રન્ટ કૅમેરો છે જે ઉચ્ચ-ગુણવત્તાવાળી ઇનેજ અને વિડિઓ કૉલ્સ માટે ઉત્તમ છે, જેમાં રેઝર ફોનના વપરાશકર્તાઓ હેન્ડ્સ-ફ્રી સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે શ્રેષ્ઠ એંગલ માટે ફ્લેક્સ વ્યૂનો ઉપયોગ પણ કરી શકે છે. ગૂગલ ફોટો AI દ્વારા તમે તમારા ફોટાને વધુ બહેતર બનાવી શકો છો: મેજિક ઈરેઝર વડે ઈમેજમાં રહેલ વિક્ષેપો દૂર કરી શકો છો, ફોટો અનબ્લર સિસ્ટમ વડે ઝાંખી ઈમેજોને વધુ બહેતર બનાવો અને મેજિક એડિટરના જનરેટિવ AI વડે તમારા શોટ્સને રૂપાંતરિત કરી શકો છો.
મોટોરોલા રેઝર 50 મજબૂતાઈ અને નવીન શૈલી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં પેન્ટોન-ક્યુરેટેડ રંગોમાં ઉપલબ્ધ અત્યાધુનિક પ્રીમિયમ વેગન લેધર ફિનિશ આપવામાં આવી છે. આ ઉપકરણની નવીન ગેપલેસ, સંપૂર્ણ રૂપરેખાવાળી એજ ડિઝાઇન ધૂળથી સુરક્ષા સાથે વૈભવી અનુભૂતિ પ્રદાન કરે છે. તેના સ્પ્રિંગ ટેન્શનમાં ઘટાડો થવાને કારણે આ નવી ડિઝાઈન મિજાગરાને માત્ર એક હાથથી ખોલવા અથવા સ્નેપ શટને ફ્લિક કરવું જ સરળ નથી, પરંતુ તે મુખ્ય ડિસ્પ્લે પર ક્રિઝિંગને ઓછું કરવા માટે ફ્લોટિંગ હિન્જ પ્લેટને પણ એકીકૃત કરે છે. આ ઉપકરણ 400,000** ફોલ્ડ્સ માટે પ્રમાણિત છે, રેઝર 50 સતત કામગીરી પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે હિન્જ અને સ્ક્રીન સાથે સખત પરીક્ષણો કરવામાં આવ્યા છે. ઉપરાંત, આ ઉપકરણ IPX8-રેટેડ અંડરવોટર પ્રોટેક્શન પણ આપે છે, જેના લીધે તે 30 મિનિટ સુધી 1.5 મીટર સુધીના ઊંડા પાણીમાં રહી શકે છે, અને તેના બાહ્ય ડિસ્પ્લે પર કોરોનિંગ® ગોરીલા® ગ્લાસ વિકટસ સુરક્ષા આપવામાં આવી છે.
જ્યારે આ ઉપકરણને ખોલવામાં આવે છે, ત્યારે મોટોરોલા રેઝર 50 ની અદભૂત 6.9″ પોલેડ ડિસ્પ્લે દેખાય છે જે સતત અને ઇમર્સિવ દ્રશ્ય અનુભવ પ્રદાન કરે છે. આ ડિસ્પ્લે સરળ સ્ક્રોલિંગ માટે 120Hz રિફ્રેશ રેટ, વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સ માટે 3000 nits પીક બ્રાઇટનેસ સાથે અને DCIP-130% રંગ પણ ધરાવે છે. HDR10+ સપોર્ટ સાથે, યુઝર્સ તેના ડીપ બ્લેક્સ, બ્રિલિયન્ટ હાઇલાઇટ્સ અને સિનેમેટિક કલર સ્પેક્ટ્રમનો આનંદ લઈ શકે છે, જે તેના મોટા ફોલ્ડ ત્રિજ્યા દ્વારા શક્ય બનાવવામાં આવ્યું છે, જેના લીધે સરળ, અવિરત ટચસ્ક્રીન અનુભવ આપે છે. રેઝર 50 માં સ્પેશિયલ ઓડિયો સાથે ડોલ્બી એટમોસ સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે છે, આ મોબાઈલ કોઆલા ગ્રે, બીચ સેન્ડ અથવા સ્પ્રિટ્ઝ ઓરેન્જ રંગમાં ઉપલબ્ધ છે અને મોટોરોલા રેઝર 50 અદ્યતન ટેક્નોલોજી સાથે ભવ્ય ડિઝાઇનને મિશ્રિત કરીને તેને ટકાઉ અને સ્ટાઇલિશ બનાવવામાં આવ્યો છે.
મોટોરોલા રેઝર 50 ની પ્રભાવશાળી ડિસ્પ્લે, ભવ્ય કેમેરા અને અન્ય અદ્યતન સુવિધાઓ માટે તેમાં પાવરફૂલ મીડિયાટેક ડાયમેન્સિટી 7300X પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે આ અદ્યતન પ્રોસેસર સાથેનો ભારતનો સૌપ્રથમ ફ્લિપ ફોન છે. અતિ-કાર્યક્ષમ 4nm પ્લેટફોર્મ, વપરાશકર્તાઓની કામગીરીમાં ઝડપ લાવી શકે છે અને તેની સુધારેલ પાવર કાર્યક્ષમતાનો ઉપયોગ કરી શકે છે જે બેટરી લાઈફને વધારે છે. ઈન્ટીગ્રેટેડ મીડિયાટેક APU 655 એ AI ની ક્ષમતાઓને વધારે છે, જે યુઝર્સના તમામ કાર્યોમાં સીમલેસ અનુભવ પ્રદાન કરે છે. 8GB ની LPDDR4X RAM અને 256GB UFS 2.2 ના સ્ટોરેજ સાથે, વપરાશકર્તાઓ તેમની તમામ મનપસંદ સામગ્રી માટે સરળ મલ્ટિટાસ્કિંગ અને પૂરતા સ્ટોરેજનો આનંદ લઈ શકે છે.
તેના લોકાર્પણ પ્રસંગે, મોટોરોલા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી ટી.એમ. નરસિમ્હને જણાવ્યું હતું કે “ફ્લિપ ફોન ટેક્નોલોજીમાં અગ્રણી બ્રાન્ડ તરીકે, અમે રેઝર 50 ના લોન્ચ સાથે આ સેગમેન્ટમાં ફરી એકવાર નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ નવીન અને બુદ્ધિશાળી ઉપકરણ અમારી ટેક્નોલૉજીની સીમાઓ, તેની ડિઝાઇન, AI ટેકનોલોજી અને વપરાશકર્તા અનુભવ આગળ વધારવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે માનીએ છીએ કે રેઝર 50 માત્ર ફોલ્ડેબલ સ્માર્ટફોનને વધુ લોકપ્રિય જ બનાવશે નહીં પરંતુ અમારા મૂલ્યવાન ગ્રાહકોની અપેક્ષાઓથી પણ વધુ કામ કરશે, જેવી રીતે રેઝર 50 અલ્ટ્રા લોકપ્રિય થયું હતું.”
વપરાશકર્તાઓ એન્ડ્રોઇડ 14 સાથેના નવા Hello UI સાથે સાહજિક, વ્યક્તિગત અને સુરક્ષિત અનુભવનો આનંદ માણી શકે છે. તેઓ વિવિધ સુવિધાઓને નિયંત્રિત કરવા માટે ટ્વિસ્ટ અને ટેપ જેવી સાહજિકતાનો ઉપયોગ કરીને ફોન્ટ, રંગો અને ચિહ્નો પસંદ કરીને તેમના ઉપકરણને સરળતાથી કસ્ટમાઇઝ કરી શકે છે, અથવા તેમની મનપસંદ એપ્સ લોન્ચ કરી શકે છે, સ્ક્રીન સમયની મર્યાદા પણ સેટ કરી શકે છે અને એપ્સની ઍક્સેસને નિયંત્રિત કરી શકે છે, જેથી તેમના બાળકો સુરક્ષિત, અને તેઓને સમર્પિત વસ્તુઓ શીખી શકે અને રમી શકે. Hello UI સુવિધાઓમાં Moto Gestures, Thinkshield સાથે Moto Secure, Family Spaces અને Moto Unplugged નો સમાવેશ થાય છે. સ્માર્ટ કનેક્ટ બહુવિધ ઉપકરણોને એકીકૃત કરે છે, તે ફોન, ટેબ્લેટ અને PC માં સરળ કાર્ય સંક્રમણોને સક્ષમ કરીને તેને એકીકૃત અને કાર્યક્ષમ ડિજિટલ જીવન માટે એક મુખ્ય ઉપકરણ બાનવે છે. સ્માર્ટ કનેક્ટની અંદર, વપરાશકર્તાઓને સ્વાઇપ ટુ શેર, ક્રોસ ડિવાઇસ કંટ્રોલ, કોન્ટેક્સ્ટ અવેર ફોન, યુનિવર્સલ ક્લિપબોર્ડ, શેર હબ, એપ સ્ટ્રીમ અને તેના જેવી અનેક બહુવિધ કાર્યક્ષમતા પણ મળશે. દરેક યુઝરના પોતાના અનન્ય લાભો સાથે આ સીમલેસ એકીકરણની સુવિધા સાથે બનાવવામાં આવેલ છે.
તેની બેટરીની કામગીરીના સંદર્ભમાં, મોટોરોલા રેઝર 50 એ તમારા માટે દિવસ અને રાત સુધી સતત કામગીરી સાથે સુસંગત રહે છે, તેમાં મજબૂત 4200mAh ની બેટરી આપવામાં આવી છે જે એક જ વાર ચાર્જ કર્યા પછી આખો દિવસ ચાલે છે. તેની સાથે 30W TurboPower™ ચાર્જિંગ આપવામાં આવ્યું છે, જે માત્ર અમુક મિનિટો તેને ચાર્જિંગ કરીને તમે દિવસભરના કામ કરીને સમગ્ર દિવસ પસાર કરી શકો છો. આ ઉપકરણમાં 15W વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે, અને તેમાં રિવર્સ ચાર્જિંગ સાથે, તમે વધુ પ્રયાસ વિના અન્ય ઉપકરણો સાથે પણ પાવર શેર કરી શકો છો. વધુમાં, આ ફોન 16 5G બેન્ડ અને WiFi 7 ને સપોર્ટ આપે છે અને તેની સાથે ઝડપી 5G અનુભવ આપે છે, સાથે સાથે ભૌતિક સિમ સ્લોટ અને વધારાની સુવિધા માટે eSIM સપોર્ટ પણ આપે છે.
આ ઉપરાંત, મોટોરોલા રેઝર 50 માં ડોલ્બી એટમોસ (Dolby Atmos)® સાથે સ્ટીરીયો સ્પીકર્સ પણ છે જે 20% વધુ લાઉડ સાઉન્ડ અને 25% બાસ આપે છે. Dolby Atmos® વપરાશકર્તાના મનપસંદ ગીતોમાં તેમના માટે લાગણીના નવા સ્તરો ઉમેરે છે, અને તેમને તેઓ જે કલાકારોને પ્રેમ કરે છે તેમની અત્યંત નજીક લઈ આવે છે. આ ઉપરાંત, Dolby Atmos® સ્પેશિયલ ઑડિયોની પણ સુવિધા આપે છે, જે અનન્ય અનુભવ છે અને તેમાં વર્ચ્યુઅલ સ્પેસમાં અવાજ તેમની આસપાસ લહેરાઈ શકે છે. સ્માર્ટ પાવર એમ્પ્લીફાયર એ સુનિશ્ચિત કરે છે કે વધુ મોટા અવાજમાં પણ ઓડિયો ક્રેક થતો નથી, અને સ્પીકર્સ એકસાથે કામ કરતા હોવાથી, તેનો અવાજ સ્ક્રીન પરની ક્રિયાને મેચ કરે છે. વધુમાં, મોટોરોલા રેઝર 50 માં, મોટો પ્રીમિયમ કેર (Moto Premium Care) લાભો મળે છે જેમાં ગેરંટી સાથે 3 OS અપડેટ્સ અને 4 વર્ષની સુરક્ષા પેચ ઓફર કરવામાં આવે છે.
ઉપલબ્ધતા:
મોટોરોલા રેઝર 50 એ amazon.in, motorola.in અને રિલાયન્સ ડિજિટલ સહિત અગ્રણી રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે જેમાં પ્રીમિયમ વેગન લેધર ફિનિશ અને 3 અદભૂત પેન્ટોન ક્યુરેટેડ રંગો છે, – કોઆલા ગ્રે, બીચ સેન્ડ અથવા સ્પ્રિટ્ઝ ઓરેન્જ.
કિંમત:
લોન્ચ કિંમત: INR 64,999
5,000 રૂપિયાની વિશેષ મર્યાદિત સમયગાળાની તહેવારની ડિસ્કાઉન્ટ ઑફર (મર્યાદિત સમયગાળા માટે ઑફર)
10,000 રૂપિયાની વિશેષ મર્યાદિત સમયગાળાની ફેસ્ટિવ બેંક ઑફર (મર્યાદિત સમયગાળા માટે ઑફર)
નેટ અસરકારક કિંમત,
મોટોરોલા રેઝર 50: INR 64,999 INR 49,999*
ઉપભોક્તા ઑફર્સ
1- રૂ. 5,000 ની મર્યાદિત સમયગાળા માટે તહેવારોની છૂટ
2- અગ્રણી બેંકો તરફથી રૂ. 10,000 ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ
3- અગ્રણી બેંકો દ્વારા 2778/પ્રતિ મહિને શરૂ થતા 18 મહિના સુધી વધારાની નો કોસ્ટ EMI ઓફર
4- 3 મહિનાના Google Gemini Advanced Subscription ની સાથે 2TB ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ
આ ઉત્પાદન વિશે વધુ જાણવા માટે, અહી મુલાકાત લો:
એમેઝોન – https://www.amazon.in/b?node=100578573031
મોટોરોલા ઇન્ડિયા – https://www.motorola.in/smartphones-motorola-razr-50/p