એમ.આર. મનીવેની ફૂડ્સ લિમિટેડ જાહેર કરે છે, રૂ.27.04 કરોડનો આઇપીઓ, સબસ્ક્રીપ્શન ખૂલશે 22મી મેથી

એમ.આર. મનીવેની ફૂડ્સ લિમિટેડ જાહેર કરે છે, રૂ.27.04 કરોડનો આઇપીઓ, સબસ્ક્રીપ્શન ખૂલશે 22મી મેથી
અમદાવાદ, 19મી મે, 2026: એમ.આર.મનીવેની ફૂડ્સ લિમિટેડ રજૂ કરે છે, તેનું ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ), જેનો હેતુ બૂક-બિલ્ટ ઇશ્યુ દ્વારા રૂ.27.04 કરોડ ઉભા કરવાનો છે.
આઇપીઓમાં સંપૂર્ણ 0.52 કરોડનો ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ છે, જે કૂલ રૂ.27.04 કરોડનો છે. આ પબ્લિક ઇશ્યૂ 22 મે, 2026ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને 26 મે, 2026ના રોજ બંધ થશે. કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર રૂ.51થી રૂ.52નો ઇશ્યૂ પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યો છે. અરજી માટે લોટની સાઈઝ 2,000 શેરની છે.
રિટેલ ઇન્વેસ્ટર્સ એ ઉપલા ભાવ બેન્ડ પર રૂ.2,08,000ના કુલ 4,000 શેર ધરાવતા ઓછામાં ઓછા 2 લોટ માટે બોલી લગાવી શકે છે, જ્યારે હાઈ નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ્સ (એચએનઆઇએસ) રૂ.3,12,000ની કિંમતના કુલ 6,000 શેર ધરાવતા ઓછામાં ઓછા 3 લોટ માટે બોલી લગાવી શકે છે.
આઇપીઓનું એલોટમેન્ટ 27મી મે, 2026ના રોજ ફાઈનલ થવાની શક્યતા છે. ઇક્વિટી શેર્સનું લિસ્ટિંગ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર થવાનો પ્રસ્તાવ છે, જેની લિસ્ટિંગ તારીખ 1, જૂન, 2026ની છે.
આ ઇશ્યૂ માળખામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
ક્યુઆઈબી પોર્શન: 24,52,000 ઇક્વિટી શેર્સ
એન્કર પોર્શન: 14,70,000 ઇક્વિટી શેર્સ સુધી
એનઆઇઆઇ પોર્શન: 7,56,000 ઇક્વિટી શેર્સ
રિટેલ પોર્શન: 17,32,000 ઇક્વિટી શેર્સથી ઓછી નહીં
માર્કેટ મેકર પોર્શન: 2,60,000 ઇક્વિટી શેર્સ સુધી
ઇશ્યૂ પછી કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન એ ઉપલી બજાર કિંમતે અંદાજિત રૂ.101.78 કરોડની છે.
એમ.આર. મનીવેની ફૂડ્સ લિમિટેડ કઠોળ અને ખાદ્ય ઉત્પાદનોની પ્રોસેસિંગ, મિલિંગ, પેકેજિંગ અને વિતરણની કામગીરી કરે છે, જે સ્થાનિક બજારોમાં પ્રોસેસ્ડ કઠોળ અને મુખ્ય ખાદ્ય ઉત્પાદોની વધતી જતી માંગને પૂરી કરે છે. કંપની તેની કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવવાની સાથોસાથ બજારમાં તેની હાજરીને વિસ્તૃત કરતા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કંપની 29,400 એમટીપીએની સંયુક્ત સ્થાપિત ક્ષમતા સાથે બે ઉત્પાદન ફેસિલિટીથી સમર્થિત એક સંકલીત મિલિંગ અને ટ્રેડિંગ બિઝનેસ મોડેલ ચલાવે છે. કંપની હાલ 5થી વધુ રાજ્યોમાં વૈવિધ્યસભર પ્રાપ્તિ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને ભારતના 14 રાજ્યોમાં મજબૂત બીટુબી વિતરણનું નેટવર્ક ધરાવે છે.
કંપનીએ વર્ષોથી સતત વૃદ્ધિ જોઈ છે, નાણાકીય વર્ષ 25માં રૂ.200 કરોડનું વાર્ષિક ટર્નઓવર પાર કર્યું છે, સાથોસાથ તેની ઓપરેશનલ ક્ષમતા અને બજારમાં હાજરીને મજબૂત બનાવવાનું આગળ વધાર્યું છે. કંપનીએ આઇએસઓ, ઝેડઈડી બ્રોન્ઝ અને સિલ્વર અને એફએસએસએઆઇ પ્રમાણપત્ર પણ મેળવ્યા છે, જે ગુણવત્તા ધોરણો અને ઓપરેશનલ શ્રેષ્ઠતા પર તેના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.
ડિસેમ્બર 2025માં પૂરા થયેલા નવ મહિના માટે, કંપનીએ કામગીરીમાંથી રૂ.116.14 કરોડની આવક, રૂ.6.67 કરોડનો ઇબીઆઇટીડીએ અને રૂ.3.34 કરોડનો પીએટી નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2025 માટે, કંપનીએ કામગીરીમાંથી રૂ.203.48 કરોડની આવક અને રૂ.4.13 કરોડનો પીએટી નોંધાવ્યો હતો.
કંપનીની વૃદ્ધિ યાત્રાનું નેતૃત્વ તેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.આર. મણિકંદન દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ વ્યૂહાત્મક દિશા પૂરી પાડે છે તથા વિદેશમાં પણ બિઝનેસની કામગીરીનું સંચાલન કરે છે, જેમાં તેમની સાથે પૂર્ણ-સમયના ડિરેક્ટર શ્રી કે. સેલ્વમ અને શ્રીમતી એમ. ચંદ્રા પણ જોડાયા છે, જે કંપનીના સતત વિકાસ અને વિસ્તરણને આગળ વધારે છે.
ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચેની બાબતો માટે કરવાનો પ્રસ્તાવ છે:
ફેક્ટરીના બાંધકામ માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ફંડ પૂરું પાડવું
પ્લાન્ટ્સ અને મશિનરીની ખરીદી
સામાન્ય કોર્પોરેટ હેતુ માટે
કેપિટલસ્કેવર એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ એ આ ઇશ્યૂના બૂક રનિંગ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે બિગશેર સર્વિસ પ્રા. લિ. એ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે. આઇપીઓના માર્કેટ મેકર છે, કેપિટલસ્કેવર ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રા. લિ.



