શેલ્બી હોસ્પિટલ્સમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી
સુરત: શેલ્બી હોસ્પિટલ્સે 1લી જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરી હતી. કાર્યક્રમમાં 50+ થી વધુ ડોકટરોએ સક્રિયપણે ભાગ લીધો હતો અને તેમના અનુભવો અને સિદ્ધિઓ દર્દીઓ સાથે શેર કરી હતી. સુરત અને વાપીના ક્લસ્ટર હેડ ડૉ. સુપ્રિયા સરકારે દર્દીઓને ચોવીસ કલાક, 24×7 સંભાળ પૂરી પાડવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે ડૉક્ટર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (ડેપ્યુટી CAO) ડૉ.દુષ્યંત પટેલે ડોક્ટરોમાં રહેલી સેવાની ભાવના અને અસાધારણ માનવતાવાદી અભિગમની પ્રશંસા કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓની સંભાળમાં ડૉક્ટરોના અવિરત પ્રયાસો ખરેખર પ્રશંસનીય હતા. આ પ્રસંગે અસંખ્ય દર્દીઓએ પણ સુરતની શેલ્બી હોસ્પિટલમાં તેમના હકારાત્મક સારવારના અનુભવો શેર કર્યાં હતાં.
ડોક્ટરોને સન્માનિત કરવા માટે HDFC બેંકે દ્વારા ટ્રોફીઓ સ્પોન્સર કરવામાં આવી હતી. વાઇસ પ્રેસિડેન્ટ અને ક્લસ્ટર હેડ
શ્રીમતી જલ્પા શાહ, રાંદેર રોડ બ્રાંચના બ્રાન્ચ મેનેજર શ્રી અબ્બાસ નેવટીવાલા સહિત આમંત્રિત મહેમાનોના હસ્તે ડોક્ટરોને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે શેલ્બી હોસ્પિટલ્સ ઉત્તમ આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માનનીય ડોકટરોના સમર્પણ અને વ્યાવસાયીકરણની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરે છે.