Uncategorized
ઉપરવાસમાં વરસેલા વરસાદના પરિણામે યાત્રાધામ ચાંદોદ ની નર્મદા નદીમાં નવા નીર ની આવક થતા યાત્રાળુઓ સહિત નાવિક શ્રમજીવીઓમાં આનંદની લાગણી
ઉપરવાસમાં વરસેલા વરસાદના પરિણામે યાત્રાધામ ચાંદોદ ની નર્મદા નદીમાં નવા નીર ની આવક થતા યાત્રાળુઓ સહિત નાવિક શ્રમજીવીઓમાં આનંદની લાગણી વ્યાપી
ચોમાસુ ઋતુના પ્રારંભ સાથે જ સર્વત્ર મેઘરાજાની મહેર થઈ છે ત્યારે ઉપરવાસમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોય સરદાર સરોવર ડેમમાં પાણીની આવકના પગલે ડેમની જળ સપાટી 121.30 પહોંચી છે ત્યારે ડેમમાંથી હાલ 14000 ક્યુસેક ઉપરાંત પાણી, નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે છેલ્લા કેટલાક મહિનાઓથી છીછરી બનેલી નર્મદા નદી માં પાણીની આવક થતા નવા નીર સાથે નર્મદા નદી જરૂરી પ્રવાહ સાથે વહેતી થતા પંથકવાસીઓ સહિત નાવિક શ્રમજીવીઓ તેમજ રોજબરોજ પધારતા યાત્રિકોમાં આનંદની લાગણી વ્યાપી છે