નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ઓલપાડ તાલુકાના કરમલા ગામે બહુઆયામી કાર્યક્રમો યોજી વિકાસ દિવસની ઉત્સાહભેર ઉજવણી
સુરત:સોમવાર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૧૭ સપ્ટે.- વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન- ‘વિકાસ દિવસ’ નિમિત્તે ઓલપાડ તાલુકાના કરમલા ગામે બહુઆયામી કાર્યક્રમો યોજી વિકાસ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનોને અપાઈ હતી. ઉપરાંત, જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા સ્વયંસેવકો નિખિલ ભુવા, મેહુલ દોંગા, જૈવિક રૈયાણી સહિત કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ, વડાપ્રધાનશ્રીના પંચ પ્રણો પર શપથગ્રહણ, મેરી માટી, મેરા દેશ- ફેઝ-૨.૦ સંદર્ભે ઓલપાડ તાલુકામાં ઘરે ઘરેથી માટી એકત્રિત કરાઈ હતી.
આ પ્રસંગે સરપંચશ્રી હેમલતાબેન, ઉપસરપંચ, તમામ સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.