વિદ્યાર્થીઓને ફાઉન્ડ્રી ઈન્ડસ્ટ્રીની પાયાની જાણકારી અને કારકિર્દીની તકો માટે ગાંધી એન્જિ. કોલેજ એક દિવસીય વર્કશોપ યોજાયો
સુરત:સોમવાર:કમિશ્નરશ્રી ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત ડો.એસ. એન્ડ એસ.એસ ગાંધી કોલેજ ઓફ એન્જિ. & ટેકનોલોજી)મજુરા ગેટ)ના મેટલર્જી વિભાગ દ્વારા વેસ્ટર્ન રિજિયન & IIF- વડોદરા ચેપ્ટરના સહયોગથી ‘રિસેન્ટ ફાઉન્ડ્રી પ્રેક્ટિસીસ એન્ડ ઈટ્સ અવેરનેસ બાય ધ IIF ( ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેન) વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
વર્કશોપમાં મેટલર્જી વિભાગના વડા શ્રીમતી બિંદુ.એચ.ગોયલે વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને મેટલર્જી ક્ષેત્રે મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં અગત્યનો ભાગ ભજવતા ફાઉન્ડ્રી ઈન્ડસ્ટ્રીની પાયાની જાણકારી અને ફાઉન્ડ્રી ક્ષેત્રે કારકીર્દી ઘડવા માટેની ઉજ્જવળ તકો વિષે જાણવા મળે એ વર્કશોપનો આશય છે. સુરતમાં IIF સુરત ચેપ્ટરનો પ્રારંભ થાય એવા ઉત્કૃષ્ટ વિઝન સેવ્યું છે. આ કાર્યક્રમમાં આચાર્યશ્રી ડો.પી.પી.કોટક, ટીમ મેટલર્જી વિભાગના અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.