આરોગ્ય

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

વલસાડ: ધરમપુર

ધરમપુરમાં આવેલ અત્યાધુનિક સુવિધાઓ અને વિશ્વસ્તરીય આરોગ્ય સારવાર આપતી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ કાર્ડિયેક રીહેબિલિટેશન (Cardiac Rehab) કાર્યક્રમ સાથે હૃદયરોગના દર્દીઓને નવી આશા આપી રહી છે.

હૃદયની સમસ્યા જેવી કે હાર્ટઅટૅક, બાયપાસ સર્જરી કે હાર્ટ ફેલ્યોર પછી દર્દીઓની સારવારમાં કાર્ડિયેક રિહેબિલિટેશન ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ કાર્યક્રમ માત્ર દર્દીઓને શારીરિક રીતે જ મજબૂત નથી બનાવતો, પરંતુ તેમની જીવનશૈલીમાં આવશ્યક બદલાવ લાવવા માટે માર્ગદર્શન પણ આપે છે, જેથી તેઓ લાંબા સમય માટે સ્વસ્થ જીવનનો આનંદ માણી શકે.

પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ હૃદયરોગની સારવારમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઇ રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કાર્ડિયેક રીહેબિલિટેશનની સેવા આપતું એક માત્ર કેન્દ્ર અહીં છે. આ કાર્યક્રમમાં દરેક દર્દીઓની સંપૂર્ણ તપાસ કરી તેમને આવશ્યક વ્યક્તિગત ફિટનેસ પ્લાન તૈયાર કરવામાં આવે છે, જેમાં તેને નિષ્ણાતની દેખરેખ હેઠળ તમામ પ્રકારના હૃદયલક્ષી વ્યાયામ કરવામાં આવે છે. આ ઉપરાંત જીવનશૈલી સુધારવા માટે પોષણની સલાહ અને ધુમ્રપાન છોડવા તેમજ તણાવમુક્ત રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. દર્દીને હૃદયરોગ પછીની માનસિક તાણમાંથી બહાર લાવવા અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા માનસિક આરોગ્ય નિષ્ણાતની મદદ આપવામાં આવે છે.

શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલના ડૉ. અકેન દેસાઈ, MD, DrNB (કાર્ડિયોલોજી), ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજીસ્ટના મતે, બાયપાસ સર્જરી તથા એન્જીઓપ્લાસ્ટી પછી, કાર્ડિયોમાયોપેથીના દર્દીઓ, છાતીમાં દુખાવાના (સ્ટેબલ અંજાઇના) દર્દીઓ, વાલ્વ રીપ્લેસમેન્ટ કરાવનારા દર્દીઓ, અને હાર્ટ ફેલ્યોરના દર્દીઓની સારવારમાં કાર્ડિયેક રીહેબિલિટેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૈશ્વિક ડેટા મુજબ સમયસર અને યોગ્ય કાર્ડિયેક રિહેબિલિટેશન બાયપાસ સર્જરી પછીના મૃત્યુદરમાં ૩૫% નો ઘટાડો કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button