રાજનીતિ

આદરણીય ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જાહેરસભાને સંબોધિત કરશે.

લીંબાયત ખાતે નવસારી લોકસભામાં સમાવિષ્ટ લીંબાયત ,ઉધના ,ચોર્યાશી અને મજૂરા વિધાનસભા દ્વારા સંયુક્ત રીતે તારીખ 11 જૂનના રોજ વિશાળ જાહેરસભાનું આયોજન

સુરત, 9 જૂન : વર્ષ 2014માં સત્તાના સુકાન સંભાળ્યા બાદ પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશની કાયાપલટ થઇ છે.પીએમના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ કર્યા છે. ” 9 સાલ બેમિસાલ ” રહ્યા છે. ભારતે આ 9 વર્ષમાં અનેકવિધ ક્ષેત્રમાં વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે.ત્યારે, પીએમ મોદીના 9 વર્ષના આ શાસનકાળ દરમ્યાન ભારતે મેળવેલી સિધ્ધીઓને દેશની પ્રજા સમક્ષ ઉજાગર કરવા માટે હાલ ભાજપા દ્વારા 30મી મે થી 30 જૂન સુધી વિશેષ જન સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સંપર્કથી સમર્થનના આ અભિયાનના ભાગરૂપે આગામી 11મી જુનના રોજ સુરત શહેરના લીંબાયત ખાતે આવેલા નીલગીરી મેદાન ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભે શુક્રવાર 9મી જૂનના રોજ શહેર ભાજપા કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદના પ્રારંભમાં સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના શાસનકાળ દરમિયાન ભારતે આજે અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે તેમની ઉત્કૃષ્ઠ કામગીરીને લઈને સમગ્ર વિશ્વમાં તેમનું બહુમાન થઇ રહ્યું છે. તેમના 9 વર્ષના સુશાસનકાળ દરમિયાન ભારતે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેને લોકો સમક્ષ ઉજાગર કરવા દેશભરના સંસદીય ક્ષેત્રમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નવસારી સંસદીય ક્ષેત્રમાં આવેલી ચાર વિધાનસભા લીંબાયત, મજુરા, ઉધના અને ચોર્યાસીના સંયુક્ત ઉપક્રમે આગામી 11મી જુનના રોજ લીંબાયત ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અધ્યક્ષ પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્ય સરકારના મંત્રીઓ સંબોધન કરશે. આ જાહેરસભાને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ ઉપક્રમમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદને ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ , શ્રી મનુભાઈ પટેલ , શ્રી સંદીપભાઈ દેસાઈ રહ્યા હતા.આ વિશાળ જાહેરસભાને આદરણીય ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ સંબોધિત કરશે તથા ૩૦ મેથી ૩૦ જૂન સુધી જે વિશેષ જન સંપર્ક અભિયાન યોજવામાં આવ્યું છે તેના વિશે તથા મોદી સરકારના નવ વર્ષ દરમ્યાન પ્રાપ્ત થયેલી ઉપલબ્ધીઓ , સર્વ સમાજ અને છેવાડાના માનવીઓ માટે બનાવેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ તથા આ નવ વર્ષ દરમ્યાન ભારત દેશને વિશ્વગુરુ બનાવવા જે કદમ લેવામાં આવ્યા છે તેના વિશે વિસ્તૃત માહિતી આપશે .
ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા ઉપરોક્ત વિશાળ જાહેરસભા વિશે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે વિધાનસભામા મળેલી ઐતિહાસિક જીતના પ્રતિક રૂપે 156 ઢોલ નગારા મંડળીને આમંત્રણ આપવામાં આવ્યું છે , સાથે લેઝીમ મંડળી અને સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ નવ્વારી સાડી પરિધાન કરેલી મહિલાઓ હાજર રહેશે .
આ વિશાળ જાહેરસભામાં ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી , ગુજરાત રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી , શ્રી મુકેશભાઈ પટેલ , શ્રી રાઘવજી પટેલ ,વિવિધ ધારાસભ્યશ્રીઓ , સુરત મહાનગરના મેયર શ્રી , સુરત શહેરના પ્રમુખશ્રી , મહામંત્રીશ્રીઓ અને અન્ય પદાધિકારીશ્રીઓ નગરસેવકશ્રીઓ , શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ , સુરત મહાનગર સંગઠનના અગ્રણી કાર્યકર્તાશ્રીઓ સહીત શુભેચ્છકો અને નગરજનો ઉપસ્થિત રહેશે .
આજની પત્રકાર પરિષદમાં સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા , સુરત શહેર મેયર શ્રીમતી હેમાલી બેન બોઘાવાલા ,ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, સુરત શહેર સંગઠનના મહામંત્રીશ્રી કાળુભાઇ ભીમનાથ, શ્રી કિશોરભાઈ બિંદલ , સુરત મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button