પ્રાદેશિક સમાચાર

મેડકાર્ટ ફાર્મસી દ્વારા સામાજિક પહેલના ભાગ રૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું

• સમગ્ર અમદાવાદમાં 15000 જેટલાં ટેટ્રાપેકનું વિતરણ

અમદાવાદ : મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની જેનેરિક દવાઓની અગ્રગણ્ય ચેઈન ફાર્મસી સ્ટોર છે, મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડના 105થી વધારે સ્ટોર કાર્યરત છે, મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો નો દવાની પાછળ થતા ખર્ચને ૮૫% સુધી ઘટાડો કરી આપવાનો છે. ભારતમાં સામાન્ય નાગરિકને પોસાય તેવી ગુણવત્તાસભર અને સારી કંપનીની દવાઓ પહોચાડવા માટેનું અમારું મિશન મેડકાર્ટ એ 2014ના વર્ષમાં અમદાવાદ ખાતે એક સ્ટોર માંથી ચાલુ કર્યું હતું અને તાજેતરમાં 8 શહેર અને 2 રાજ્યો સુધી પોતાની હાજરી વિસ્તારી છે. મેડકાર્ટ દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે ઓ.આર.એસ ટેટ્રાપેક નું વિતરણ આશરે ૧૫૦૦૦ નંગ અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, લોકસભા ઇલેકશન ડ્યુટી ટીમ, તેમજ બપોરના સમયે ગરમીમાં પસાર થતા નાગરિકોને કરવામાં આવ્યું હતું.

મેડકાર્ટ ફાર્મસીના ફાઉન્ડર્સ અંકુર અગ્રવાલ, પાર્થિવ શાહ, પરાશરન ચારી એ જણાવ્યું હતું કે, “અમે હંમેશાથી જરૂરિયાત મંદ લોકોની સેવામાં અગ્રેસર રહ્યાં છે. હાલની ગરમીને ધ્યાનમાં રાખીને અમે ઓઆરએસનું અમદાવાદમાં વિતરણ કર્યું છે. આ અગાઉ પણ સંસ્થાએ ગરીબોને મફત દવા, કોરોના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દવાઓ, માસ્ક, સેનેટાયઝર, શાહીબાગ પોલીસ ભવન ખાતે ફ્રી ઓ.આર.એસ વિતરણ આવા કાર્યો કરેલા છે”

મેડકાર્ટ ફાર્મસી પ્રા. લી ભારતની જેનેરિક દવાઓની અગ્રગણ્ય ચેઈન ફાર્મસી સ્ટોર છે કે જેમાં નાગરિકોને ડોક્ટર ધ્વારા લખી આપેલ દવાઓની સામે ખુબજ સસ્તી તેમજ ગુણવત્તાસભર અને સારી કંપનીની દવાઓ જેનેરિકમાં મળી રહે છે,  દાખલા તરીકે સિપ્લા, ટોરેન્ટ, ડો.રેડ્ડી, ડો.મોરપેન, કેડીલા જેવી કંપનીની દવાઓ મળે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button