શિક્ષા
શ્રી નાલંદા ગુરૂકુળ વિદ્યાલયનું ગૌરવ.
એસ.જી.એફ.આઈ. (સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) અંતર્ગત તાજેતરમાં જિલ્લાકક્ષાની જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધાનું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના મેદાન પર આયોજીત થઈ હતી. જેમાં સબજુનિયર ગ્રુપ અન્ડર – ૧૫ બોયઝમાં શ્રી નાલંદા ગુરૂકુળ વિદ્યાલય, મગદલ્લાની ટીમ સુરત શહેર કક્ષાએ વિજેતા થઈ હતી અને આગામી તા :૧૨/૦૯/૨૦૨૩ ના રોજ વડોદરા ખાતે રમાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરશે, તે માટે શાળા ટ્રસ્ટી, આચાર્યા તથા શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.