દેશ

પ્રિતી નાનજીભાઈ પટેલે 16th IDBF વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું

ચાઈના અને થાઈલેન્ડ ખાતે આયોજીત વોટર સ્પોર્ટસ સ્પર્ધામાં ભાગ લઈ  સુરત શહેર પોલીસ મુખ્યમથક ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિતી નાનજીભાઈ પટેલે 16th IDBF વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા નાયબ પોલીસ કમિ. સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ મુખ્યમથક ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિતી નાનજીભાઈ પટેલ બ.નં. ૫૧૬ નાએ “ડ્રેગન બોટ એન્ડ ટ્રેડીશનલ સ્પોર્ટ્સ”(વોટર સ્પોર્ટસ )ની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય ટીમમાં સ્થાન મેળવી ગુજરાત પોલીસ તથા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.મહિલા પોલીસ ખેલાડીએ 19th એશિયન ગેમ્સ (હોંગજાઉ-ચાઈના) ૨૦૨૨-૨૩ અને 16th IDBF વર્લ્ડ ચેમ્પીયનશીપ રેયોન,પતાયા(થાઈલેન્ડ)૨૦૨૩ માટેના ફાઇનલ સિલેક્શન ટ્રાયલ કેરલા(એલપ્પી) ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગુજરાત તરફથી ઉત્કૃષ્ટ  પ્રદર્શન કરી 16th IDBF વર્લ્ડ ચેમ્પીયનશીપમાં  ભારતીય ટીમમાં સ્થાન મેળવી સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button